મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી અંતર્ગત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવનાં મહાપાવન પ્રસંગે સમસ્ત જૈન સમાજના સહયોગથી જૈન વિઝન દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
150 ફૂટ રોડ ઉપર શેઠ ઉપાશ્રય ખાતે યોજાયેલા આ રક્તદાન કેમ્પનું ઉદઘાટન જૈન અગ્રણીઓ સુનીલભાઈ શાહ અને પ્રફુલભાઈ ધામીએ કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં અનેક જૈન-જૈનેતરોએ રક્તદાન કરીને અનેકના જીવનમાં નવા પ્રાણ પૂર્યા હતા.
આ રક્તદાનના પ્રોજેક્ટ ચેરમેન પ્રતિકભાઈ શાહ અને કો-ચેરમેન કેતન સંઘવી તથા ધવલ વોરા સહિતના પ્રયાસોથી આ રક્તદાન કેમ્પને સફળતા મળી હતી.
આ કેમ્પને સફળ બનાવવા માટે જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી ઉપરાંત જાતિન કોઠારી, મિલન મહેતા, જીગ્નેશ જૈન, જય મહેતા, અતુલ શેઠ, મેહુલ કામદાર, દેવાંગ ખજુરીયા, ભવદીક કામદાર, હરેશ દોશી, મનીષાબેન શેઠ, રીટાબેન દોશી, જયશ્રીબેન દોમડીયા, શીતલ કોઠારી, ભાવનાબેન દોશી વગેરેએ જહેમત ઉઠાવી હતી.



