ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા જૈન વિઝન દ્વારારાજકોટ ખાતે સતત 12મા વર્ષે અનંત ઉપકારી પ્રભુ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે વિવિધ સમાજલક્ષી કાર્યક્રમોની હારમાળા શરુ થઇ ગઈ છે. ખાસ કરીને પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દત્તક લેવામાં આવેલા ઝૂંપડપટ્ટીના વંચિત બાળકોને ફન વર્લ્ડની પિકનિક કરાવવામાં આવી હતી. સાથો સાથ સમસ્ત સમાજના વિદ્યાર્થીઓ માટે ભગવાન મહાવીર સ્વામી ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પિકનિકમાં પૂજિત રૂપાણી ચેરીટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા 251 બાળકો જોડાયા હતા. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જૈન અગ્રણી જીતુભાઈ બેનાણીએ કર્યું હતું જ્યારે મુખ્ય મહેમાન તરીકે જીનિયસ સ્કૂલના ડી વી મહેતા ઉપસ્થિત રહ્યા હતા.