‘આવો રે આવો, મહાવીર નામ લઈએ’ ભક્તિ સંધ્યામાં ધર્મ અને ભક્તિનો મહાસાગર ઉમટ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સામાજિક સંસ્થા જૈન વિઝન દ્વારા મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી નિમિતે વર્ષોથી યોજાતા ભક્તિમય લોકપ્રિય કાર્યક્રમ આવો રે આવો મહાવીર નામ લઈએનું આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈન-જૈનેતરો ઉમટી પડ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન દિવ્ય માહોલ સર્જાયો હતો. આ કાર્યક્રમમાં સમાજના છ સેવાભાવી અગ્રણીઓનું જૈન વિઝન દ્વારા અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ તમામ ઉપસ્થિત લોકોને ઇલેક્ટ્રિક દીવા અને ઘંટડી આપવામાં આવી હતી અને તેના દ્વારા ભગવાન મહાવીરની આરતી કરવામાં આવી હતી.
જૈન વિઝન દ્વારા આ વખતે સતત 12માં વરસે જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને કાર્યક્રમોની હારમાળા યોજવામાં આવી હતી.આ ઉજવણી અંતર્ગત રંગ કસુંબલ ડાયરો, રક્તદાન કેમ્પ, શેરડીના રસનું વિતરણ, કેરીના રસનું વિતરણ, ચિત્ર સ્પર્ધા સહિતના સેવાકાર્યો યોજાયા હતા.
જૈન સમાજના ચારેય ફિરકાઓનો અતિ લોકપ્રિય ભક્તિ સંગીતનો કાર્યક્રમ ’આવો રે આવો મહાવીર નામ લઈએ’ નું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોલ સંપૂર્ણ ભરાઈ ગયો હતો. આ ભક્તિ સંગીતમાં મુંબઈ અને અમદાવાદના શ્રેષ્ઠ સિંગરોએ ભક્તિરસ પીરસ્યો હતો. આ કાર્યકમના સિંગર સાગર કેન્દુલકર (મુંબઈ )પરાગી પારેખ (અમદવાદ) શાલીભદ્ર રવરાણી અને કશ્યપ દોશી રાજકોટ હતા.
આ કાર્યક્રમમાં જે છ જૈન સેવાભાવીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું તેમાં જીતુભાઈ બેનાણી, ઇન્દુભાઇ બદાણી, રશ્મીકાંત મોદી, અપુલભાઈ દોશી, મયુરભાઈ શાહ અને સુનીલભાઈ કોઠારીનો સમાવેશ થતો હતો. આ છ શ્રેષ્ઠીઓને બહેનોએ કંકુ ચાંદલો કર્યો હતો, જૈન વિઝનના હોદેદારોએ સાફો અને મોતીની માળા પહેરાવી હતી જયારે અન્ય મહાનુભાવોના હસ્તે સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત જામનગરના પૂર્વ મેયર બીનાબેન કોઠારીનું પણ મોમેન્ટો આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું.
જૈન અગ્રણી પ્રફુલભાઈ ધામીના સહયોગથી આ કાર્યક્રમમા આવનાર લક્કી ડ્રો દ્વારા સોના ગિની અને ચાંદીની ગીની ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ ઉપરાંત પ્રભુ મહાવીર સ્વામી ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને વિસામણ ગ્લોબલ સેલ્સના મિતુલભાઈ વસાના સહયોગ થી ઇનામો આપવામાં આવ્યા હતા. આ ઇનામો જૈન અગ્રણીઓ સુનિલભાઈ શાહ, એડવોકેટ પિયુષભાઈ શાહના હસ્તે અપાયા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંજ સમાચારના એડિટર કરણભાઈ શાહ, શ્રીમતી પૂર્વીબેન પ્રદીપભાઈ શાહ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, મધુરમ ક્લબના ડો.હેમાંગભાઈ વસાવડા, ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, જૈન અગ્રણીઓ ગીરીશભાઈ ખારા ઉપરાંત સદર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ કિશોરભાઈ દોશી, મોડર્ન ગ્રુપના મુકેશભાઈ દોશી, બિલ્ડર પપ્પુભાઈ મહેતા અને કેતનભાઇ શેઠ, જેડીઝ આઈકેરવાળા જસ્મીનભાઇ ધોળકિયા, દોશી ઇલેક્ટ્રોનિક્સના કિશોરભાઈ દોશી, જય ખારા બોલબાલા ના જયેશભાઇ ઉપાધ્યય સાહિત્યકાર મનોજભાઈ ડેલીવાળા, એડવોકેટ પિયુષભાઈ શાહ, વિસામણ ગ્લોબલ સેલ્સના મિતુલભાઈ વસા, રાજકોટ જીતોના ચેરમેન હેમલભાઈ શાહ,જૈન અગ્રણીમહેશભાઈ મણિયાર પ્રતાપભાઈ વોરા,બિપિન પારેખ , ભરત દોશી, સુશીલ ગોડા મહેશભાઈ શેઠ, રાકેશ ડેલીવાળા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ માટે મુખ્ય સહયોગ માતૃશ્રી ઇન્દિરાબેન અનંતરાય કામદાર (હસ્તે રાજેશભાઈ અને નીતિનભાઈ), માતૃશ્રી રમીલાબેન હરકિશનભાઈ બેનાણી (હસ્તે ધારાબેન જીતુભાઈ બેનાણી), ઋષભ ચંદ્રકાન્તભાઈ શેઠ અને સુગંધાબેન ઓમકાર મલજી જૈન (હસ્તે અજીતભાઈ જૈન )તથા ગુજરાત સ્કુલ ઓફ એક્સલન્સ દ્વારા પ્રાપ્ત થયો હતો. આ કાર્યક્રમનું આગવી સેલીમા સચલાન હેમલ મહેતાએ કર્યું હતું . અને ડાયસ ફક્શન સંચાલન દિપક કોઠારી એકરેલ હતું. ફોટો ગ્રાફીની વ્યવસ્થા જતીન કોઠારીએ પુરી પાડેલ હતી. મંચ સજાવટ ગામઠી શેટ ચેતન ટાંક દ્વારા સાઉન્ડ અને લાઈટીંગ વ્યવસ્થા ત્રિલોક સાઉન્ડ પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી ઉપરાંત અખિલ શાહ, નીલ મહેતા, ડો હાર્દિક શાહ, ડો દેવન કોઠારી, હિમાંશુ પારેખ, જય મેહતા, પ્રતીક શાહ,દિપક વસા, હિતેષભાઇ દેસાઈ, નીતિનભાઈ મહેતા, તુષાર પતિરા, દીપેન મહેતા,કેતન સંઘવી, દેવાંગ ખજુરિયા, વિશાલ મહેતા,હેરી ખજુરિયા, ધવલ વોરા, હિરેન સંઘવી, પ્રશાંત ચોક્સી, આશિષ દોશી, કેતન વખારિયા, મનીષ પારેખ, સચીન વોરા, ભાવેશ પારેખ, પાશ્વ સંઘવી જૈન વિઝન મહિલા વિંગના અમીષાબેન દેસાઈ, જલ્પાબેન પતિરા, પ્રીતિબેન શાહ, બીનાબેન સંઘવી, સ્વેતા ધોળીયા, પ્રીતિબેન અજમેરા, વૈશાલીબેન પટેલ, ભાવુબેન દોશી, જયશ્રીબેન દોમડીયા, અંકિતાબેન મહેતા, નમ્રતાબેન બોટાદરા, પાયલબેન ફુરીયા, મનીષાબેન શેઠ, મીનાબેન શાહ, હેમાલીબેન દોશી,જાગૃતિબેન શેઠ, રીટાબેન દોશી, ભાવિકાબેન મહેતા, આરુષા મહેતા દિપાલીબેન વોરા શીતલબેન કોઠારી બીનલબેન ગાંધી,મેઘના વાલાણી ઋત્વી વોરા,ધ્રુવી મહેતા,વીરાંશી ડેલીવાળા વગેરેએ જહેમત ઉઠાવી હતી.