ખાસ-ખબર સંવાદદાતા
આગામી તા.22નાં રોજ યોજનારા રાજકોટનાં વકિલોની માતૃસંસ્થા રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીનાં ઉપલક્ષમાં રાજકોટનાં જૈન સમાજનાં એડવોકેટની એક સંસ્થા જૈન એડવોકેટ ફોરમ દ્વારા તમામ જૈન સમાજનાં વકિલો માટે ગત તા.17નાં રોજ જીમખાના હોલ ખાતે એક અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન સીનીયર અને જુનીયર તેમજ મહીલા એડવોકેટો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.
ભાજપ લીગલ સેલ દ્વારા બાર એસોસીએશનની ચુંટણીમાં તમામ પદો ઉપર એક જુથ થઈને ઉમેદવારી કરવામાં આવી છે, આ સમરસ પેનલનાં તમામ ઉમેદવારો જેમાં પ્રમુખપદે જૈન અગ્રણી કમલેશભાઈ શાહ ઉમેદવારી નોંધાવી છે ત્યારે તેમને તથા તેમની સમગ્ર ટીમને જંગી બહુમતીથી વિજેતા બનાવવા સમરસ પેનલ તરફી મતદાન થાય તેવા હેતુથી રાજકોટનાં અગ્રણી જૈન સમાજનાં વકિલોની એક મીટીંગ મળી હતી. જીમખાના હોલ ખાતે મળેલ મીટીંગમાં ક્રીમીનલ, સીવીલ, રેવન્યુ, ટેક્ષેસન સહીતનાં ક્ષેત્રોમાં વકીલાત કરતા જૈન એડવોકેટોએ મોટી સંખ્યામાં હાજરી આપેલ હતી. આ મીટીંગમાં પ્રદેશ ભાજપ લીગલ સેલનાં સંયોજક અને જૈન આગેવાન અનિલભાઈ દેસાઈ, કારોબારી સભ્ય કિશોરભાઈ સખીયા, રાજકોટ ભાજપ લીગલ સેલ સંયોજક જૈન આગેવાન પિયુષભાઈ શાહ, સહસંયોજક કમલેશભાઈ ડોડીયા ખાસ ઉપસ્થિત રહયા હતા. આ તકે હાલમાં જ નિયુકતી પામેલ પિયુષભાઈ શાહ તથા કમલેશભાઈ ડોડીયાનું શાલ ઓઠાડી અને શ્રીફળ અર્પણ કરી અદકેરું બહુમાન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે બોલતા રાજકોટનાં ડી.જી.પી. શ્રી એસ.કે. વોરાએ જણાવ્યું હતું કે જૈન સમાજ હંમેશા તમામ જ્ઞાતિ, સમાજ, વર્ગોને સાથે લઈને ચાલનાર સમાજ છે, કમલેશભાઈ જેવા નિર્વિવાદી, કર્મઠ, જીવદયા પ્રેમી આગેવાન જ્યારે બાર નું પ્રતિનિધીત્વ જઈ રહયા હોય ત્યારે તેઓ જીતે એ પુરતુ નથી પણ તેમની જીત શાનદાર હોવી જોઈએ.
અન્ય અગ્રણી એડવોકેટ અને અજરામર જૈન સંઘનાં મધુભાઈ ખંધારએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતુ કે પ્રમુખપદનાં ઉમેદવાર શ્રી કમલેશભાઈ શાહ એક ઉમદા વ્યકિત સાથે પ્રખર જીવદયા પ્રેમી પણ છે. વૈયાવચ્ચનાં કાર્યમાં પણ તેઓ હંમેશા અગ્રેસર રહયા છે, તેમને વિજેતા બનાવવા એ આપણી નૈતિક ફરજ છે. માટે આપણે તા.22 નાં રોજ સમરસ પેનલનાં સમર્થનમાં મતદાન તો કરીએ જ સાથે બિજા ઓછામાં ઓછા પાંચ લોકોને મતદાન કરાવીએ જ આપણી સાચી નૈતીક ફરજ ગણાશે.
આ તકે જૈન સમાજનાં અગ્રણી એડવોકેટો સર્વશ્રી શ્રી અનીલભાઇ દેસાઇ, શ્રી પીયુષભાઇ શાહ,ડી.જી.પી.એસ.કે. વોરા, નિલેશભાઇ, કિશનભાઇ ગાંધી, કેતનભાઇ ગોસલીયા, હેમેનભાઇ ઉદાણી, બીપીનભાઇ ઉદાણી,વી.સી.દોશી, સમકીત ઉદાણી, ફેનીલ મહેતા, ભાવીન દફતરી, પ્રતિક દફતરી, પ્રફુલ દોશી, વિરાજ પી. દોશી, અભય શાહ, મધુભાઇ ખંધાર, વિનુભાઇ ગોસલીયા, કેતનભાઇ ઉદાણી, હેમંતભાઇ કામદાર, વિકાસ શેઠ, ગૌતમ ગાંધી, બિપીનભાઇ ગાંધી, ગોરાંગ મહેતા, એસ.પી. કામદાર, અમન દોશી, અલ્પાબેન મોદી, દિલેશભાઇ શાહ, અલ્પાબેન શેઠ, પૂર્ણિમા મહેતા, યર્થાથ શાહ, લીગલ સેલ ફોટોગ્રાફી જશ્મીનભાઇ કે.ગઢીયા, પારસભાઇ શેઠ, હર્ષીલ શાહ, નિપૂણભાઈ દોશી, નિવીધ પારેખ, હેમાંશુ પારેખ, ચિરાગ શાહ વિગેરે ઉપસ્થિત રહયા હતા. આ તકે જૈન આગેવાન તથા જૈનમ્ પરિવારનાં જીતુભાઈ કોઠારીએ ખાસ શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમની તમામ વ્યવસ્થા શ્રી દિલેશભાઈ શાહ દ્વારા ખૂબ સુંદર રીતે કરવામાં આવી હતી.
જૈન એડવોકેટ ફોરમ દ્વારા ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલને એકી અવાજે વિજેતા બનાવવા હાકલ
