મહાઆરતી, મહાપ્રસાદ, બાપાનું સામૈયું, 56 ભોગ, હેલ્થ ચેકઅપ કેમ્પ સહિતના કાર્યક્રમની વણઝાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુકડોની જ્યોત જલાવનાર જલારામ બાપાની આગામી તા. 8 ને શુક્રવારે 225મી જન્મજયંતી નિમિત્તે શહેરના રૈયા રોડ પર આવેલા સૌરભ હોલ ખાતે જય જલિયાણ ગ્રુપ દ્વારા જલારામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેમાં સાંજે 5-30થી દીપ પ્રાગટ્ય, બાપાનું સામૈયુ તથા 56 ભોગ ત્યાર બાદ પ્લેક્ષસ હોસ્પિટલના ડૉ. નિકુંજ કોટેચાના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે. જ્ઞાતિબંધુઓને મહાપ્રસાદનો લાભ લેવા જય જલિયાણ ગ્રુપ દ્વારા અપીલ કરાઈ છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા ચીનુભાઈ ઠક્કર, વિનુભાઈ લાખાણી, ગૌરવ સેજપાલ, મનહરભાઈ જોબનપુત્રા, મિલનભાઈ કોટેચા, કમલભાઈ ગોકાણી, જીજ્ઞેશભાઈ ઠક્કર, હસ્ત ઠક્કર, સાહિલ લાખાણી, કિશન જોબનપુત્રા, ડેનિલ કોટેચા, પ્રિત ગોકાણી, મિલનભાઈ પંડિત, રાજુભાઈ ભગદેવ, વંદિત ખંધેડીયા, જય તન્ના તેમજ દર વર્ષની માફક આ વર્ષે પણ બહેનો સંચાલિત સિનિયર સિટીઝન માટે અલગ વ્યવસ્થા કરાઈ છે. જેમાં કાજલબેન ઠક્કર, માધવીબેન ગોકાણી, નિમિષાબેન રાચ્છ, માધુરીબેન મીરાણી, પૂજાબેન પંડિત, હેમાલી ભગદેવ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.



