મેહુલ જેઠવાએ દાવત સોડાના માણસો વિરુદ્ધ પોલીસ કમિશનરમાં કરી અરજી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
- Advertisement -
રાજકોટ કી આવાજ નામના વિકલી દૈનિક પેપરના મેહુલ જેઠવાએ દાવત સોડાના માણસો વિરુદ્ધ પોલીસ કમિશનરમાં કરી અરજી છે. આ અરજીમાં જણાવ્યું છે કે, દાવત સોડાના માણસોએ રાજકોટ કી આવાજ ન્યૂઝપેપર બંધ કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. બનાવની વિગત અનુસાર ફરિયાદીના ભાઈએ દાવત સોડાના ડિલરને ફોન કરી ઠંડાપીણાંની બોટલ એક્સપાયરી ડેટની હોવાનું જણાવ્યું હતું, અને આ સમાચાર રાજકોટ કી આવાજમાં પ્રસિદ્ધ કર્યા હતા.
ત્યારબાદ જયદીપ નામના વ્યક્તિનો તેમને ફોન આવેલો અને ઓફિસ મળવા આવ્યા હતા. જ્યાં દાવત સોડાના માણસ જયદીપ અને અન્ય ત્રણ ચાર લોકોએ મોહિત આહિર અને હિરેન ગોંડલીયાની હાજરીમાં દાવત સોડાનું છાપવાનું બંધ કરી દે, નહીં તો છાપું બંધ કરાવી દેશું તેમ કહી ગાળો સાથે ધમકી આપી હતી. તેથી રાજકોટ કી આવાજ મીડિયાના મેહુલ જેઠવાએ દાવત સોડાના માણસો જયદીપ સહિતના વિરુદ્ધ પોલીસ કમિશનરમાં કરી અરજી છે.