ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
જય રામનાથ યુવા ગ્રુપ દ્વારા તા. 11 ને રવિવારના રોજ માતાજીના નવરંગ માંડવાનું આયોજન કેવડાવાડી મેઈન રોડ શેરી નં. 4 ખાતે કરવામાં આવ્યું છે. આ સાથે મહાપ્રસાદનું આયોજન સાંજે 7 કલાકે કરવામાં આવ્યું છે. સર્વ ધર્મપ્રેમી જનતાને માતાજીના આશીર્વાદ તથા મહાપ્રસાદ લેવા જય રામનાથ યુવા ગ્રુપ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમજ ગૌમાતાના ઘાસચારાના લાભાર્થે માતાજીના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માતાજીના નવરંગ મંડપ મહોત્સવને સફળ બનાવવા જય રામનાથ યુવા ગ્રુપના પ્રતાપસિંહ ઝાલા, અજીતસિંહ રાજપૂત, રણજીતભાઈ ખાચર, માણસુરભાઈ વાળા, હર્ષદભાઈ વાળા, મિતેષભાઈ સીદપરા, રવિભાઈ માનસતા, રણજીતભાઈ સીદપરા, જયદીપભાઈ પાદરીયા, જયેશભાઈ પટેલ (એલ.ડી. ગ્રુપ), અભીભાઈ બરમલીયા, દર્શિતભાઈ માટીયા, ચંદ્રેશભાઈ રાજ્યગુરુ, જગદીશભાઈ પરમાર, સુધીરભાઈ પોપટ જહેમત ઉઠાવી રહ્યા છે. ‘ખાસ-ખબર’ની મુલાકાત દરમિયાન અજીતસિંહ રાજપુત, પ્રતાપસિંહ ઝાલા, માનસુરભાઈ વાળા, સુધીરભાઈ પોપટ, ધર્મેશભાઈ બાલાસરા હાજર રહ્યા હતા.
જય રામનાથ યુવા ગ્રુપ દ્વારા ગૌમાતાના ઘાસચારાના લાભાર્થે માતાજીના નવરંગ માંડવાનું ભવ્ય આયોજન



