સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટનાં નિર્ણય પર સ્ટે મૂક્યો
આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવને આજે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે ઈશા ફાઉન્ડેશન સામે પોલીસ તપાસનાં આદેશ પર સ્ટે આપ્યો છે. આ કેસની સુનાવણી હવે 18 ઓક્ટોબરે થશે.
- Advertisement -
એક નિવૃત્ત પ્રોફેસર એસ કામરાજે ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજદારે ફરિયાદ કરી હતી કે તેની બે પુત્રીઓ ગીતા અને લતાનું આશ્રમ દ્વારા બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું. ઈશા ફાઉન્ડેશનનું કહેવું છે કે બંને બહેનો પોતાની મરજીથી આશ્રમમાં રહે છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે આજે આ મામલે સુનાવણી કરી હતી.
આ પહેલાં 30 સપ્ટેમ્બરે મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે, તમિલનાડુ પોલીસે ઈશા ફાઉન્ડેશન સાથે સંબંધિત તમામ અપરાધિક મામલાની તપાસ કરીને રિપોર્ટ સોંપવો જોઈએ. આ પછી, 1 ઓક્ટોબરના રોજ લગભગ 150 પોલીસકર્મીઓ મામલાની તપાસ કરવા આશ્રમ પહોંચ્યાં હતાં. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે આશ્રમમાં પોલીસની હાજરી પર સવાલ ઉઠાવ્યાં હતાં. કોર્ટે કહ્યું કે પહેલી વાત એ છે કે તમે પોલીસ ટુકડીને આ રીતે કેમ્પસમાં પ્રવેશવાની મંજૂરી આપી શકતાં નથી.
ન્યાયિક અધિકારી જશે અને બંને યુવતીઓની પૂછપરછ કરશે.સુનાવણી દરમિયાન બે બહેનોમાંથી એક વર્ચ્યુઅલ રીતે કોર્ટમાં હાજર હતી. તેણીએ પુનરોચ્ચાર કર્યો કે તે પોતાની ઇચ્છાએ આશ્રમમાં રહે છે. તેણીનો આરોપ છે કે તેનાં પિતા છેલ્લાં આઠ વર્ષથી તેને હેરાન કરી રહ્યાં હતાં.