By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના Gen Zનો બળવો: સોશિયલ મીડિયા પર પ્રતિબંધથી દેશવ્યાપી યુવા વિરોધ પ્રદર્શનો શરૂ
    7 hours ago
    રશિયા એન્ટરોમિક્સ કેન્સર રસી હવે ઉપયોગ માટે તૈયાર
    8 hours ago
    રશિયાએ યુક્રેન પર સૌથી મોટો હવાઈ હુમલો કર્યો, મુખ્ય સરકારી ઇમારત પર હુમલો કર્યો
    8 hours ago
    ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લાદીને કઈ ખોટું નથી કર્યું: યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી
    8 hours ago
    હું આતંકવાદીની રાજધાની મોસ્કોમાં પગ નહીં મૂકું : ઝેલેન્સકીએ પુતિનના મોસ્કો આમંત્રણને નકારી કાઢ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કર્ણાટક શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારો થતાં કોમી અથડામણ, 8 લોકો ઈજાગ્રસ્ત
    7 hours ago
    આતંકવાદી નેટવર્ક તપાસ: NIAએ 22 સ્થળોએ દરોડા પાડ્યા; પાંચ રાજ્યોમાં શોધખોળ
    8 hours ago
    દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: મથુરામાં કોલોનીઓ પાણીમાં ગરકાવ
    2 days ago
    અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયર પીગળવાથી તળાવોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, રાજ્ય પર પૂરનો ખતરો
    2 days ago
    સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરીએ છીએ: ડોનાલ્ડ ટ્રમ્પની ‘હંમેશા મિત્રો’ ટિપ્પણી પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમિત મિશ્રાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
    4 days ago
    IPL જોવું હવે પડશે મોંઘું! ટિકિટ પર 40 % GST લાગશે
    4 days ago
    ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસમાં તપાસ એજન્સી દ્વારા શિખર ધવનને સમન્સ પાઠવવામાં આવ્યું
    4 days ago
    ‘4 જૂન જેવું હૃદયદ્રાવક…’: બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર વિરાટ કોહલીનું નિવેદન
    5 days ago
    પહેલી વાર, મહિલા વનડે વર્લ્ડ કપની ઇનામી રકમ પુરુષો કરતા વધુ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    તે ગુંડો અને બદમાશ.. અભિનવ કશ્યપે સલમાન માટે આ શું બોલ્યા ?
    6 hours ago
    અક્ષય કુમારે પંજાબ પૂર રાહત માટે ₹5 કરોડનું વચન આપ્યું: તે દાન નહીં પણ સેવા છે
    2 days ago
    શિલ્પા શેટ્ટીએ લાલબાગ ચા રાજા પંડાલમાં મહિલા પોલીસકર્મીની સેલ્ફીની વિનંતી નકારી
    3 days ago
    દયાભાભી પહોંચ્યા લાલબાગ ચા રાજાના દર્શને
    4 days ago
    સુહાના ખાન પર ખેડૂતને ફાળવેલી જમીન ગેરકાયદેસર રીતે ખરીદિ કરવાનો આરોપ
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    2 days ago
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    6 days ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    6 days ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    2 weeks ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    શિક્ષકો સ્વયંભૂ સદાદિયાની તરફેણમાં હરગીઝ ન્હોતા આવ્યા, વ્હોટ્સઍપ્પનાં પુરાવા મોજુદ
    3 hours ago
    પુજારાની સંપત્તિમાં વિક્રમજનક વધારો!
    3 days ago
    PBAS રિપોર્ટ પહેલાં જ પ્રોબેશન પર રહેલા ડૉ. તરલિકા ઝાલાવડિયાને અધ્યક્ષ બનાવાયા
    3 days ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 29 ભવનમાંથી માત્ર 5માં જ ‘હેડશિપ બાય રૉટેશન’ પદ્ધતિ શા માટે અમલમાં મૂકી?
    5 days ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શમણાંમાં ગૂઢ રહસ્યોના સિગ્નલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Jagdish Acharya > શમણાંમાં ગૂઢ રહસ્યોના સિગ્નલ
AuthorJagdish Acharyaગુજરાત

શમણાંમાં ગૂઢ રહસ્યોના સિગ્નલ

Khaskhabar Editor
Last updated: 2022/02/10 at 2:05 PM
Khaskhabar Editor 5 years ago
Share
9 Min Read
SHARE

સ્વપ્નો આપે છે ભાવિના એંધાણ,સ્વપ્નોમાં છે સફળતાની કૂંચી

  • જગદીશ આચાર્ય

ભગવાન બુદ્ધે આગલા અવતારમાં પૂર્ણબોધ પ્રાપ્ત નહોતો કર્યો ત્યારે મૃત્યુ પહેલા પોતાના એ પછીના અવતાર વિશે બહુ સ્પષ્ટ ભવિષ્યવાણી ઉચ્ચારી હતી.”મારી માતા તાલવૃક્ષ હેઠળ ઉભી હશે ત્યારે મારો જન્મ થશે.જન્મ બાદ મારી માતા મૃત્યુ પામશે.હું ગર્ભમાં હોઈશ ત્યારે મારી માતા આટલાં આટલાં સ્વપ્નો નિહાળશે..”
એમણે સ્વપ્નોનો ક્રમ પણ વર્ણવ્યો હતો અને બન્યું પણ એવું જ.બુદ્ધનો જન્મ તાલવૃક્ષ હેઠળ જ થયો. જન્મ બાદ તેમની માતાનું મૃત્યુ પણ થયું. ગર્ભાવસ્થા દરમિયાન તેમની માતાએ અગાઉ ભાખવામાં આવેલી આગાહી અનુસારના ક્રમમાં જ સ્વપ્નો નિહાળ્યા હતા.આ સ્વપ્નોના આધારે બુદ્ધના આગમનની આગોતરી જાણકારી મળી ગઈ હતી.
ટીપુ સુલતાને પોતાના હાથે લખેલી ડાયરી લંડનની ઇન્ડિયા હાઉસ લાયબ્રેરીમાં મોજુદ છે.ટીપુએ શબ્દો ચોર્યા વગર કબુલ્યું હતું કે અનેક યુદ્ધમાં તેણે મેળવેલા મહાન વિજયોનો યશ એને સ્વપ્નો દ્વારા મળેલા માર્ગદર્શનને આભારી હતો.
રૂપસામ્રાજ્ઞની કલિયોપેટ્રાના પતિ જુલિયસ સીઝર અને અમેરિકી પ્રમુખ અબ્રાહમ લિંકનને એમની હત્યા પહેલાં સ્વપ્નો દ્વારા નોટિસ મળી ગઈ હતી કે આપણા દિવસો પુરા થઈ ગયા છે. બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે 13મી એપ્રિલ 1942ના દિવસે બ્રિટિશ વાયુસેનાની કવાયત દરમિયાન શરતચુકથી પડેલા એક બોંબને કારણે બ્રિટિશ વાયુસેનાના 27 અધિકારીઓ માર્યા ગયા હતા.ચર્ચિલ પણ એ કવાયત જોવા જવાના હતા પણ એ પહેલાં એમને સ્વપ્નમાં ચેતવણી મળી ગઈ હતી કે ત્યાં જવામાં માલ નથી.ચર્ચિલ એ ચેતવણીને શિરોમાન્ય રાખી અને બચી ગયા. ઇ.સ.1800માં મોન્ટેગાનું યુદ્ધ થયું ત્યારે નેપોલિયન બોનાપાર્ટ મરણપથારીએ હતો.યુદ્ધની જવાબદારી એના વફાદાર સેનાપતિ સ્ટિંગલને સોંપવામાં આવી હતી.સ્ટિંગલે યુદ્ધભૂમિમાં પોતાનો વધ કઇ રીતે થશે એ એક સ્વપ્નના આધારે નેપોલિયનને જણાવી દીધું હતું.અને એ રીતે જ બન્યા બાદ નેપોલિયન પણ સ્વપ્નોને માનતો થઈ ગયો હતો.
ઇ.સ.1812માં લંડનના જ્હોન વિલિયમ્સ નામના માણસે બ્રિટનના તત્કાલીન નાણાંમંત્રી પરસીવલને ચેતવ્યા હતા,”મને દરરોજ સ્વપ્ના આવે છે.સંસદભવનમાં હત્યારાઓ તમને ગોળીથી વીંધી નાખશે.ચેતતા રહેજો..”રાબેતા મુજબ જ્હોનની હાંસી ઉડાવવામાં આવી અને પરસીવલની સંસદભવનમાં જ હત્યા થઈ.
કોલોરોડામાં 1981માં વિશ્વની બીજા નંબરની સોનાની ખાણ શોધનારા વિનફિલ્ટ સ્કોટ સ્ટેટન નામના માણસને આ ખાણની જાણકારી સ્વપ્ન મારફત મળી હતી.મજેદાર વાત એ છે કે તેના સાત વર્ષ પહેલાંજ ભૂસ્તરશાસ્ત્રીઓએ જાહેર કર્યું હતું કે એ સ્થળે પથ્થરો સિવાય બીજું કાંઈ નથી.પણ ભૂસ્તરશાસ્ત્રીઓ કરતાં સ્વપ્નો વધારે સાચા નીકળ્યા અને એક સમયે જેને દાળિયાના ફાંફા હતા એ કંગાળ વિનફિલ્ટ દુનિયાના ધનવાન લોકોની યાદીમાં આવી ગયો.
પૃથ્વીના પટ ઉપર જન્મ લેનાર દરેક માણસ દરરોજ ઊંઘમાં ઢગલાબંધ સ્વપ્નાઓ જોવે છે અને છતાં સ્વપ્નસૃષ્ટિના અનેક રહસ્યો માણસ ઉકેલી શક્યો નથી.જો કે સ્વપ્નો કઈ રીતે નિર્માણ પામે છે એ સિદ્ધાંત વૈજ્ઞાનીકો પ્રસ્થાપિત કરી ચુક્યા છે.આપણું મગજ સતત વિદ્યુત તરંગો જન્મવતું રહે છે.ઇ.ઇ.જી.(ઇલેક્ટ્રો એનસેફેલાગ્રાફ) મશીન દ્વારા આ તરંગોની સંખ્યા નક્કી કરાઇ છે.પૂર્ણ જાગૃત અવસ્થામાં એ સંખ્યા એક સેક્ધડમાં 15 થી 21ની હોય છે જેને બીટા તરંગો કહેવામાં આવે છે.
તંદ્રાવસ્થામાં એ સંખ્યા એક સેક્ધડમાં 7 થી 14 વચ્ચેની હોય છે અને તેને આલ્ફા તરંગો કહેવામાં આવે છે.
નિંદ્રાવસ્થામાં 4 થી 7 તરંગો હોય છે જેને થીટા તરંગો કહેવામાં આવે છે.અને ગાઢ નિંદ્રામાં તરંગોની સંખ્યા 4 થી ઓછી હોય છે તેને ડેલ્ટા તરંગો તરીકે ઓળખવામાં આવે છે.
સામાન્ય રીતે માણસ ઊંઘ દરમિયાન દર 90 મિનિટે એક વખત 7 થી 14 તરંગો વાળી આલ્ફા અવસ્થામાં આવી જાય છે.એ સમયે બંધ આંખો હેઠળ કીકીઓ ફરવા લાગે છે જેને રેપીડ આઈ મુવમેન્ટ કહેવામાં આવે છે.એ અવસ્થામાં આપણે સ્વપ્નો જોઈએ છીએ.
આ વાત થઈ સ્વપ્નો કઇ રીતે આવે છે તેની.પણ સ્વપ્ન શું કામ આવે છે અને તેનો અર્થ અથવા તો તેની ઉપયોગીતા શું છે એનો ગળે ઉતરે એવો ખુલાસો હજુ સુધી શોધી શકાયો નથી.
મનોવૈજ્ઞાનિકો માટે સ્વપ્નો ભારે કુતૂહુલનો વિષય બની રહ્યા છે.સીગમંડ ફોઈડ,કાર્લ જુંગ વગેરે મનોવૈજ્ઞાનિકોએ સ્વપ્નોના રહસ્યો ઉકેલવા માટે ભારે કસરત કરી છે.ત્યારબાદ આધુનિક વિજ્ઞાનના ઝડપી વિકાસ સાથે કેલ્વિન હોલ,ડો.વિલિયમ ફ્રોઇડ,ચાલ્ર્સ હોરનોટોન,પ્રો.નાથાનીએલ કિલટમેન,ડો.લુઈસ વેસ્ટ,ડો.વિલિયમ ડિમેન્ટ વગેરે નામાંકિત મનોવૈજ્ઞાનિકો અને મનોચિકિત્સકોએ સ્વપ્નોના અર્થ અને તેની ઉપયોગીતા વિશે મહત્વના સંશોધનો કર્યા છે.તેમનો મત એવો છે કે સ્વપ્નો કુદરતની અણમોલ બક્ષિસ છે.માણસની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે સ્વપ્નો જરૂરી છે.
પશ્ચિમે સ્વપ્નો ઉપર સંશોધન તો ખૂબ કર્યું પણ તેના ગૂઢ અને આધ્યાત્મિક પાસાને સમજવામાં તેને સફળતા મળી નથી.પૂર્વ એટલે કે આપણી પાસે સ્વપ્નો અંગેની ઊંડી આધ્યાત્મિક સમજણ હતી.ભૈરવ તંત્રમાં ભગવાન સદાશિવ દ્વારા સ્વપ્નો દ્વારા આત્મસાક્ષાત્કાર કરવાની ધ્યાનની પદ્ધતિ પણ આપવામાં આવી છે.
બૌદ્ધ સાધુઓએ સ્વપ્નવસ્થામાં જાગૃત રહી એસ્ટ્રલ ટ્રાવેલ નામની સાધનાપધ્ધતિ વિકસાવી હતી.તંત્ર અને યોગ બન્નેનું એ અવલોકન છે કે સ્વપ્ન તમામ સિધ્ધિઓનું પ્રવેશદ્વાર છે અને સ્વદર્શન માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે.
સ્વપ્નનોના આ રહસ્યમય સાગરમાં પશ્ચિમ જગતને ડૂબકી ખવડાવવાનું કામ કર્યું ટેક્સાસના ડો.હોજે સિલ્વા નામના માણસે.આ ડો.સિલ્વા ઇલેક્ટ્રોનિક એન્જીનિયર હતા.પણ સાથે જ તેઓ હિપ્નોસીસના પણ જાણકાર હતા.પોતાના બાળકોની યાદશક્તિ તેમજ બૌદ્ધિક આંક વધારવા તેઓ હિપ્નોસીસનો ઉપયોગ કરતા હતા.
એ દરમિયાન તેમણે અનુભવ્યું કે તંદ્રાવસ્થામાં મગજ વધારે શક્તિશાળી બની જાય છે અને સામાન્ય રીતે નિષ્ક્રિય રહેતું જમણું મગજ તંદ્રાવસ્થામાં કાર્યરત બને છે.એવું માનવામાં આવે છે કે મગજના એ હિસ્સાને કલા,સર્જનાત્મકતા,
કલ્પનાશક્તિ અને અતિભૌતિક સંવેદનાઓ સાથે સબંધ છે.
તંદ્રાવસ્થામાં મગજના તરંગોની સંખ્યા 7 થી 14 વચ્ચેની એટલે કે આલ્ફા સ્તરની હોય છે.સિલ્વાની કોશિશ એ હતી કે એ અવસ્થામાં સચેતન રહી શકાય? બે દાયકાના પ્રયોગો બાદ એમાં તેમને સફળતા મળી અને તેના પરથી તેમણે “સિલ્વા માઈન્ડ ક્ધટ્રોલ” નામે એક પદ્ધતિ વિકસાવી.આજે વિશ્વના 152 દેશોના લાખો લોકો એ પદ્ધતિનો લાભ લઇ રહ્યા છે. આ પદ્ધતિના ઉપયોગ દ્વારા આલ્ફા સ્તર દરમિયાન જાગૃત રહીને સ્વપ્નનાં રહસ્યો ઉકેલવામાં અને એટલું જ નહીં સ્વપ્નો સર્જવામાં અને એ સ્વપ્નોને સાકાર કરવામાં પણ કંઈક અંશે સફળતા મળ્યાનો દાવો થઈ રહ્યો છે.
આધુનિક વિજ્ઞાન પણ માને છે કે ચોક્કસ ભાવ અવસ્થા દરમિયાન જાગૃત માણસ પણ અજાણપણે આલ્ફા સ્તરમાં પહોંચી જતો હોય છે અને તે અવસ્થામાં જમણા મગજ સાથે સંબંધિત ઇન્દ્રિયાતીત શક્તિઓ કામ કરવા લાગે છે.એવું માનવામાં આવે છે કે અનેક ક્રાંતિકારી શોધો તેમ જ શ્રેષ્ઠ સાહિત્ય, કલા,સંગીત કે શિલ્પનું સર્જન અજાણપણે જ આ આલ્ફા સ્તરની અવસ્થા દરમિયાન થાય છે.
અનેક લોકોને એવા અનુભવ થાય છે કે રાત્રે સૂતી વખતે કોઈ સમસ્યા વાગોળતા હોય અને સવારે ઉઠે ત્યારે અચાનક જ ઝબકી ગયેલો કોઈ વિચાર એ સમસ્યાનું નિરાકરણ લાવી આપે.
આ યોગાનુયોગ નથી.સિલ્વાએ તંદ્રાવસ્થામાં જાગૃત રહેવાની શોધેલી પદ્ધતિનો જાણ્યે અજાણ્યે અમલ થઈ ગયો હોય છે.
સવાલ એ છે કે તંદ્રાવસ્થામાં જાગૃત રહી શકાય?ઓશોએ એક સરળ પદ્ધતિ આપી છે.સૂતી વેળા આંખ ઘેરાવા લાગે ત્યારે શરીરને એકદમ ઢીલું છોડીને એટલું વિચારતા રહેવાનું છે કે આજે રાત્રે મને એક સ્વપ્ન યાદ રહેશે.પથારી પાસે કાગળ પેન રાખવાના.ઊંઘ ઉડે તે સાથેજ સ્વપ્નની જેટલી વિગત યાદ હોય તે ફટાફટ લખી લેવી.આ આદત વિકસાવવી. પરિણામ એ આવશે કે ધીમે ધીમે સ્વપ્નો આપોઆપ યાદ રહેવા લાગશે.લખવાની જરૂર નહીં રહે.આટલી નિપુણતા મેળવ્યા બાદ તંદ્રાવસ્થામાં પોતાની સમસ્યાનો મનોમન ઉલ્લેખ કરી ’એનું નિરાકરણ કરતું સ્વપ્ન આવશે’ એવા વિચાર સાથે નિંદ્રામાં સરકી જવાનું છે.તે પછી સ્વપ્ન પોતાનું કામ કરશે.
આ પ્રયોગ કરવા માટે એક પેઇસો ખર્ચવાનો નથી.એના માટે વધારાનો સમય ફાળવવાની પણ જરૂર નથી.જડ પૂર્વગ્રહ રાખ્યા વગર ખુલ્લા મને આ પ્રયોગ કરવાની માનસિકતા હશે તો સ્વપ્નોના ગૂઢ રહસ્યોના ભેદ ઉકલી જશે.ભારતીય મનીષીઓ માને છે કે જાગૃત અવસ્થામાં વાવેલા સ્વપ્નોને અને યોજનાઓને સાકાર કરવાની જડીબુટ્ટી તંદ્રાવસ્થામાં છે.આ સત્ય સમજવું ભારતીય માનસ માટે અઘરું નથી.એ સમજણ આપણી અંદર ક્યાંક ધરબાયેલી છે.આ પદ્ધતિનો પ્રયોગ કરો અને શમણાં રચો,સ્વપ્નો જોવો અને એને સાકાર કરો.આપણાં પૂર્વજો આ રહસ્યો જાણતા હતા.પણ આજે આપણે એ ભૂલી ગયા છીએ અને વિજ્ઞાનના વાઘા પહેરીને આપણીને આપણી એ પદ્ધતિઓ આજે પશ્ચિમમાંથી આયાત થઈ રહી છે.સિલ્વાએ જ્યારે પોતાની પદ્ધતિનો ભારતમાં પ્રસાર શરૂ કર્યો ત્યારે એટલે જ કહ્યું હતું કે હું કોલસાની ખાણમાં કોલસો વેંચવા જઈ રહ્યો છું…

You Might Also Like

વિરોધ અને વરસાદ વચ્ચે રાજકોટમાં 46 સ્થળોએ પોલીસ દ્વારા હેલ્મેટનું કડક ચેકિંગ

સાંતલપુરમાં 48 કલાકમાં 13 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર

સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદને પગલે ખેતીવાડીના 308 સહિત 362 ફીડર ઠપ્પ

AAPની વિદ્યાર્થી વિંગ ASAPનું કાલે ઈસુદાન ગઢવીના હસ્તે લૉન્ચિંગ કાર્યક્રમ

હાઈવે પર ખાડા કે ખાડામાં હાઈવે: રાજકોટ-ભાવનગર રોડ ખખડધજ, તંત્ર સામે લોકરોષ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈન્દ્રનીલ રાજ્યગુરુની ઘર વાપસી કોંગ્રેસનો જુસ્સો વધારશે કે જૂથવાદ?
Next Article માન ન માન, મેં તેરા આયુષમાન!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિરોધ અને વરસાદ વચ્ચે રાજકોટમાં 46 સ્થળોએ પોલીસ દ્વારા હેલ્મેટનું કડક ચેકિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સાંતલપુરમાં 48 કલાકમાં 13 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર
સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદને પગલે ખેતીવાડીના 308 સહિત 362 ફીડર ઠપ્પ
AAPની વિદ્યાર્થી વિંગ ASAPનું કાલે ઈસુદાન ગઢવીના હસ્તે લૉન્ચિંગ કાર્યક્રમ
હાઈવે પર ખાડા કે ખાડામાં હાઈવે: રાજકોટ-ભાવનગર રોડ ખખડધજ, તંત્ર સામે લોકરોષ
કેબિનટ મંત્રી બળવંતસિંહ રાજપૂત 372 કરોડની સંપત્તિ સાથે રાજ્યમાં પ્રથમ, દેશમાં 11મા સૌથી ધનિક મંત્રી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિરોધ અને વરસાદ વચ્ચે રાજકોટમાં 46 સ્થળોએ પોલીસ દ્વારા હેલ્મેટનું કડક ચેકિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

સાંતલપુરમાં 48 કલાકમાં 13 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદને પગલે ખેતીવાડીના 308 સહિત 362 ફીડર ઠપ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?