કોરોનાની તમામ ગાઇડલાઇન્સનું સખ્તીથી પાલન કરાવવામાં આવ્યું
રથને ફૂલો વડે શણગારવામાં આવ્યા
રથયાત્રાના બે કિલોમીટરના રૂટ પર દુકાનો બંધ રાખી કર્ફ્યુનો અમલ કરાયો
25થી 30 સાધુ સંતો જ ને નવા વાઘા સાથે જોડવામાં આવ્યા
25થી 30 સાધુ સંતો જ ને નવા વાઘા સાથે જોડવામાં આવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં આજે અષાઢી બીજે શહેરમાં કોરોનાની ગાઈડલાઈન સાથે અને ટૂંકા રૂટની રથયાત્રા નીકળી છે. ગઈકાલે કૈલાસધામ આશ્રમ ખાતે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની આંખે પટ્ટી બાંધી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. આ વિધિ રથયાત્રા નીકળવાના એક દિવસ પહેલા કરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે ભગવાનને આંખેથી પટ્ટી ખોલવામાં આવે છે.

- Advertisement -
આજે શહેરના નાનામવા રોડ પર આવેલા કૈલાસધામ આશ્રમ ખાતે સોમવારે સવારે 7.30 કલાકે મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. આ મંગળા આરતીમાં રાજકોટના મહારાજા માંધાતાસિંહ, મેયર ડો. પ્રદીપ ડવ, ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજ, કમલેશ મીરાણી તમામ ધારાસભ્ય ગોવિદ પટેલ, હિન્દૂ સંગઠનો, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ ભગવાનની આરતી કરી હતી.

રથયાત્રા દરમિયાન કૈલાસધામ આશ્રમના મંદિરના મુખ્ય સ્વામી ત્યાગી મોહનદાસજી ગુરુ રામકિશોરદાસજી જણાવે છે કે, કોરોનાને લીધે આ વખતે અયોધ્યા, સોમનાથ, અને બહેન શુભદ્રાના નાગનેશ સહીતથી 25થી 30 સાધુ સંતો જ ને નવા વાઘા સાથે જોડવામાં આવ્યા છે.રથયાત્રાના રૂટની વાત કરીએ તો નિજ ઘેલા પાટા ખોલારો મંદિરથી મોકાજી સર્કલ, રૂડા તરફ્ના રોડ પર મક્તો ધન્ય થશે. પાર્ટી પ્લોટવાળી શેરીમાંથી શાસ્ત્રીનગર ગેઇટ કે મંગળા આરતી અને ત્યાંથી મંદિરે પહોચી પૂર્ણ થશે.
- Advertisement -
હાલ કોરોનાને કારણે રથયાત્રાનો રૂટ મંદિર નજીક જ 2 કિ.મીમાં જ રખાયો છે. માર્યાદિત લોકોની હાજરીમાં જ ત્રણ રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા.
આજે મંદિરે રથયાત્રા પરત ફર્યા બાદ આખો દિવસ ભાવિકો માટે ભગવાનના દર્શન ખુલ્લા રાખવામાં આવશે. રથયાત્રાના બે કિલોમીટરના રૂટ પર દુકાનો બંધ રાખી કર્ફ્યુનો અમલ કરવામાં આવ્યો છે. આ કર્ફયુ સવારે 8થી 11 વાગ્યા સુધી અમલમાં રહેશે. રથયાત્રામાં નિર્ધારિત ભાવિકો જોડાયા હતા.


