દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW )એ આજે સુકેશ ચંદ્રશેખર મામલે બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝની લગભગ 8 કલાક પૂછપરછ કરી હતી
દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW )એ આજે સુકેશ ચંદ્રશેખર મામલે બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝની લગભગ 8 કલાક પૂછપરછ કરી હતી, પરંતુ આ પૂછપરછ દરમિયાન ઠગ સુકેશની નજીકની સહયોગી જેકલીન અને પિન્કી ઇરાની વચ્ચે એકબીજા સાથે ઉગ્ર ટકરાવ થયો હતો. બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન પૂછપરછ કરી રહેલી તપાસ ટીમ પણ ત્યાં હાજર હતી. પોલીસ અધિકારીઓએ બંનેને વારંવાર શાંત પાડ્યા હતા પરંતુ બંને એકબીજા પર દોષારોપણ કરતા રહ્યા હતા.
- Advertisement -
જેક્લીનની આજે ત્રીજી વખત પૂછપરછ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જેક્લીનને આજે ત્રીજી વખત પૂછપરછ માટે ઇઓડબ્લ્યુ દ્વારા બોલાવવામાં આવી હતી. જેકલીન સવારે લગભગ 11.30 વાગ્યે ઇઓડબ્લ્યુ ઓફિસમાં પાછળથી દરવાજાથી પ્રવેશ કરી હતી. જેકલીન પહેલા આ જ કેસમાં જામીન પર રહેલી પિન્કી ઈરાની ઈઓડબ્લ્યુ ઓફિસ પહોંચી હતી. ખરેખર, સુકેશ ચંદ્રશેખરની નિકટ કહેવાતા પિન્કી ઇરાની જૅકલીન અને સુકેશ સહિત તમામ અભિનેત્રીઓ વચ્ચે કડી હતી. આરોપ છે કે પિંકી ઈરાનીએ સુકેશને સુકેશના કહેવા પર જેકલીન અને નોરા ફતેહી સાથે વાત કરાવી હતી, મિત્રતા બાદ પિંકી ઈરાની સુકેશ ચંદ્રશેખરના કહેવા પર જેકલીન ફર્નાન્ડિસને કરોડો રૂપિયાની ગિફ્ટ પહોંચાડતી હતી.
જેકલીન અને પિંકી એકબીજાને દોષી ઠેરવ્યા
બુધવારે જ્યારે ઈઓડબ્લ્યુ દ્વારા જેકલીન અને પિંકીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા ત્યારે બંનેનો સામનો થયો હતો. બંનેને સુકેશ ચંદ્રશેખર વિશે સવાલ કરવામાં આવ્યા હતા, પરંતુ બંનેએ બધા જ દોષનો ટોપલો એકબીજા પર નાખવાનું શરૂ કરી દીધું હતું. લગભગ સમગ્ર પૂછપરછ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ખૂબ જ ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ ત્યાં હાજર દિલ્હી પોલીસના અધિકારીઓએ દરમિયાનગીરી કરવી પડી હતી.
જેક્લીને પિન્કી પર આરોપો લગાવ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર જેક્લીને પિન્કી પર આરોપ લગાવ્યો હતો કે તે જાણતી હતી કે સુકેશ ચંદ્રશેખર મોટો ઠગ છે પરંતુ તેણે આ વાત મારાથી છુપાવી હતી, આ સિવાય જેક્લીને પિન્કી ઈરાની પર બીજા પણ ઘણા આરોપ લગાવ્યા હતા અને બંનેએ એકબીજાને અપશબ્દો પણ કહ્યા હતા.
- Advertisement -
નોરા ફતેહીની થશે પૂછપરછ
સૂત્રોનું માનીએ તો પિન્કી ઈરાની અને જૈકલીનની સામસામે પૂછપરછ કરવામાં આવી હતી. ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા જેમ કે જેકલીન સુકેશના સંપર્કમાં કેવી રીતે આવી? સુકેશના કહેવા પર પિંકી ઈરાનીએ જેક્લીનને આપેલી ભેટો માટે કોણે પૈસા ચૂકવ્યા? પિન્કી સુકેશ સાથે કેવી રીતે સંપર્કમાં આવી? શું જેકલીનને ખબર હતી કે સુકેશે જેકલીનને જે ગિફ્ટ મોકલી છે તે છેતરપિંડીથી કમાયેલી રકમમાંથી આપવામાં આવી છે? આ સિવાય 50થી વધુ સવાલ જેક્લીન અને પિન્કીને પૂછવામાં આવ્યા હતા, પરંતુ ઘણા સવાલોના જવાબ આપવા માટે ઈઓડબ્લ્યુ ટૂંક સમયમાં જેકલીનને ફરીથી પૂછપરછ માટે બોલાવશે. ગુરુવારે ઇઓડબ્લ્યુ હવે આ કેસમાં સવારે 11 વાગ્યે નોરા ફતેહીની પૂછપરછ કરશે.