ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદમાં ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના બે નામાંકિત બિલ્ડર ગ્રુપને ત્યાં ઈંઝ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. બી-સફલને ત્યાં આઇટી વિભાગ દ્વારા તવાઇ બોલાવવામાં આવી છે. નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટ અને સ્વાતિ ગ્રુપવાળા અશોક અગ્રવાલને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં છે. આ સિવાય નામાંકિત બ્રોકરને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, શહેરમાં કુલ 22 જગ્યાએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં બે મોટા માથાઓ આઇટી વિભાગના ઝપેટે ચડ્યાં છે.