ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જિલ્લાનાં ગામડાઓના ગરીબ યુવાનોને સુરક્ષાદળોમાં ભરતી થવા યોગ્ય તાલીમ કેન્દ્ર ચલાવવાના હેતુ માટે સાયપર ગામે શ્રી નારાયણ સેવા સમિતિ ટ્રસ્ટને 16 એકર જમીન નિમ કરાવવા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. જેની કામગીરી રાજકોટ શહેર પ્રાંત-2 પાસે ચાલી રહી છે અને મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
- Advertisement -
હવે આ જમીનનો ઉપયોગ ગરીબ યુવાનો માટે સમાજસેવાના હેતુમાં કરવાનો હોવાથી ફાળવણીમાં કોઈ પ્રકારનો જંત્રી કે અન્ય ચાર્જ વસૂલવામાં ન આવે તેવી રજૂઆત સાથેની અરજી ગ્રામજનો અને ટ્રસ્ટના અશોકભાઈ હરિયાણી(એક્સ આર્મી), ગામના સરપંચ મુકેશભાઈ આસોદરિયા, નીતિનભાઈ દવે, સંજયભાઈ ગોંડલિયા તથા વિશાલભાઈ દેશાણી દ્વારા કલેક્ટરને કરવામાં આવી છે.