મોરબી કઈઇ ટીમનું બિહારમાં સ્પેશિયલ ઓપરેશન, આગામી સમયમાં મોટો ખુલાસો થવાની સંભાવના
ઉદ્યોગકારને ધમકી આપનાર ટોળકીના તમામ શખ્સોના લોકેશન કઈઇ પાસે !
- Advertisement -
પશ્ર્ચિમી ચંપારણ જિલ્લામાંથી એકની ધરપકડ, અન્ય આરોપીઓ હાથવેંતમાં !
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના સિરામિક ઉદ્યોગકાર પાસેથી લોરેન્સ ગેંગના નામથી રૂ. 25 લાખની ખંડણી માંગવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીઓના લોકેશન તપાસતા બિહારમાં પગેરું મળ્યું હતું અને તેના આધારે મોરબી પોલીસ બિહારના પશ્ચિમી ચંપારણ જીલ્લાના મજોલિયા પોલીસ મથક વિસ્તારમાં દોડી ગઈ હતી. અહીં તપાસ કરતા પહેલા એક આરોપીને સ્થાનિક પોલીસની મદદથી ઝડપી લેવાયો હતો જેની પૂછપરછ કરતા તે કોઈ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલ ન હતો. માત્ર બિશ્નોઈ ગેંગના નામથી રૂપિયા પડાવવા કારસ્તાન રચ્યું હોવાનું ખુલ્યું હતું. આરોપીએ અન્ય સાગરિતો સાથે મળી ઓનલાઈન ફ્રોડ કરતા હોવાની પણ કબૂલાત આપી હતી. આ ઘટના બાદ સ્થાનિક પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી તો બીજી તરફ મોરબી પોલીસે બાકીના આરોપીની શોધખોળ કરતા બીજો એક આરોપી પણ મોરબી પોલીસના હાથવેતમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
મોરબીના સ્કાયટચ સીરામિક નામની ફેકટરીના ઉદ્યોગકાર અનિલભાઈ કગથરાને મોબાઈલમાં વોટ્સએપ મેસેજ કરીને તેમજ પીસ્ટલ કાર્ટુસનો વિડીયો બતાવી રૂ. 25 લાખની માંગણી કરવામાં આવી હતી. આ મેસેજ આવ્યા બાદ ઉધોગકાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા મોરબી પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને ટેક્નિકલ ટીમની મદદ લઈ ખંડણી માગનાર શખ્સનું લોકેશન મેળવીને મોરબી એલસીબી ટીમે તુરંત બિહારમાં દોડી જઈને તજવીજ હાથ ધરી હતી જેમાં ફરિયાદીને આરોપી સાથે ફોન પર વાતચીત થઈ હતી તેના આધારે લોકેશન મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં આરોપીનું લોકેશન બિહારના પશ્ચિમી ચંપારણ જીલ્લાના મજોલિયા પોલીસ મથક વિસ્તારમાં હોવાનું સામે આવ્યું હતું જે બાદ મોરબી એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા અને તેમની ટીમ પશ્ચિમી ચંપારણ જીલ્લામાં પહોંચી હતી અને બિહારની સ્થાનિક પોલીસને સાથે રાખી તપાસ કરતા સોમવારે રાત્રે પારસ પાકડી ચોક પાસેથી શંકાસ્પદ હાલતમાં ફરતા સ્થાનિક પોલીસના સાયબર ક્રાઈમના ગુનેગારની ધરપકડ કરવામાં આવી હતી.
- Advertisement -
ધરપકડ કરાયેલા સાયબર ગુનેગારની ઓળખ કલીમુલ્લા અંસારીના પિતા મુમતાઝ અન્સારી તરીકે થઈ છે જે પોલીસ સ્ટેશન વિસ્તારના જૌકતિયા પંચાયતના વોર્ડ નંબર 13 નો રહેવાસી છે અને પોલીસે આરોપી પાસેથી દોઢ લાખ રૂપિયા રોકડા, 6 સિમ કાર્ડ, 12 એન્ડ્રોઈડ સેટ મોબાઈલ, વિવિધ બેંકોના 26 એટીએમ અને એરટેલનું વાઈફાઈ જપ્ત કર્યું હતું તેમજ ત્યાંની સ્થાનિક પોલીસની તપાસમાં આ આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમ હેઠળ ગુન્હો નોંધાયો હોવાનું પણ સામે આવ્યું છે જેથી હાલ તો આરોપી ત્યાંની સ્થાનિક પોલીસના કબ્જામાં છે પરંતુ આ બનાવમાં મોરબી એલસીબી ટીમે આખી ગેંગનો પર્દાફાશ કર્યો છે અને હાલ ગેંગના અન્ય આરોપીઓ એલસીબી ટીમના હાથવેતમાં છે તેમજ મોરબી પોલીસ પણ આગામી સમયમાં મોટો ખુલાસો કરે તેવી સંભાવના છે.