ગુજરાતની વાર્ષિક IT નિકાસ 25 હજાર કરોડ સુધી લઇ જવાનો લક્ષ્યાંક
ખાસ-ખબર સંવાદદાતા
ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેકટરમાં મૂડી રોકાણને આકર્ષવા માટે રાય સરકારે આજે નવી આઈટી પોલિસીની જાહેરાત કરી છે 2016 થી 2021 માટે બનાવવામાં આવેલી પોલીસીની મુદત પૂર્ણ થઇ ગયા બાદ આજે ગિટ સિટી ખાતે મુખ્યમંત્રીએ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભરતા ભારતના વિઝન સાથે આઈ.ટી.પોલીસી ની જાહેરાત કરી હતી. આ પોલિસી ની મુદત 2022 થી 2027 નિર્ધારિત કરવામાં આવી છે.
સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતની આઇ.ટી પોલિસીમાં કેપેક્ષ અને ઓપેક્ષ કેપિટલ એકસપેન્ડીચર-ઓપરેશનલ એકસપેન્ડીચર મોડલનો યુનિક કોન્સેપ્ટ અપનાવવામા આવ્યો છે.ઇન્ફરમેશન ટેકનોલોજી ઉધોગો માટે તૈયાર કુશળ પ્રતિભાઓના અગ્રણી ક્રોત બનવા રાયમાં આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ સ્કૂલ-આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એકસલન્સની સ્થાપના કરાશે.આઈટી. સેકટરમાં ગુજરાતની વાર્ષિક આઈટી નિકાસ 3 હજાર કરોડથી વધારીને રપ હજાર કરોડ સુધી લઇ જવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે.
- Advertisement -
જેમા તમામ પાત્ર આઈટી-આઈટીઈએસ એકમોને 100 ટકા ઇલેકટ્રીસિટી ડુટીનું વળતર અપાશે .નવી પોલિસી દ્રારા આઇ.ટી ઇકોસિસ્ટમ માટે ગુજરાતને ડેસ્ટિનેશન ઓફ ચોઇસ બનાવાશે. એક લાખથી વધુ રોજગારી સર્જનનો પણ દાવો કરાયો છે.હાઇ સ્કીલ્ડ ઉધોગો માટે આઈ.ટી. ટેલેન્ટ પૂલ બનાવાશે.રાયમાં એક સુદ્રઢ કલાઉડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરીને આર્ટિફિશયલ ઇન્ટેલીજન્સ-મશીન લનગ કવોન્ટમ કોમ્પ્યુટીંગ-બ્લોકચેન જેવી નવી ઉભરતી ટેકનોલોજીમાં રિસર્ચ-ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ધ્યેય આ પોલીસીમા જોવા મળ્યો છે.



