કોન્ટ્રાકટરે ત્રણ માસની માગણી સામે અપાયા 22 દિવસ
ખાસ-ખબર સંવાદદાતા
મનપા દ્વારા રાજકોટમાં પાંચ બ્રીજના કામ ચાલી રહ્યા છે જેમાંના મોટાભાગના બ્રીજના કામના આજદિન સુધી કોઈ ઠેકાણા નથી ત્યારે વાત કરીએ તો સિવિલ હોસ્પિટલ ચોકના બ્રીજના કામના રિવ્યુ કમિશનર સતત લઈ રહ્યા છે. આ કામ અન્ય બ્રીજ કરતાં પણ પ્રાથમિકતામાં આગળ રાખીને દિવસ-રાત કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલ માત્ર અંદાજે 80થી વધુ ટકા કામ પૂર્ણ થયું છે. આ બ્રીજ પાછળ 84 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો જે હવે વધીને આ ખર્ચ 110 કરોડે પહોંચ્યો છે. આ બ્રીજનું કામ આ જૂલાઈ મહિનામાં પૂર્ણ થશે તેવું મનપાએ કહ્યું હતું છતાં આજદિન સુધી કામ પૂર્ણ થયું નથી.
- Advertisement -
આ અંગે કોન્ટ્રાક્ટરે હજુ વધુ બે મહિનાની મુદત માગતા આજરોજ મનપા તંત્રએ એજન્સીને બોલાવી કામ કામ પાંચ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપી હતી તથા જો સમયસર કામ પૂર્ણ ન થાય તો મનપા તંત્ર પેનલ્ટી વસુલી શકે છે. આમ હોસ્પિટલ બ્રીજ અને રામવન 15મી ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે તેવું મનપા તંત્રએ જણાવ્યું હતું. વધુમાં કોન્ટ્રાક્ટરે મુદત વધારા માટે ગર્ડર ચડાવવા માટે ક્રેન મળી નહીં, કપચીના વેપારીઓની હડતાળ અને વરસાદ જેવા બહાનાઓ આગળ ધર્યા હતા. આમ અંતે મનપા તંત્રએ આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને તાકીદ કરી હતી.