ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢ ભૂતકાળમાં બનેલ આંતકવાદી તત્વો દ્વારા અલગ અલગ જગ્યાએ શ્રેણીબંધ બોમ્બ ધડાકાઓ કરી મોટી જાનહાની તેમજ મિલકતને નુકસાનીના બનાવો થયેલ છે. ગુપ્તચર સંસ્થાઓના વખતો વખતના અહેવાલો અનુસાર આવી ઘટનાઓની શક્યતાઓ ભવિષ્યમાં રહેલી છે. ઉપરાંત શહેરમાં વિભિન્ન પ્રકારના લૂંટ, ધાડ જેવા ગુનાઓ પણ બનતા હોય છે. આવા ગુનાઓ નિવારવા, ગુનાઓ શોધવા તેમજ તપાસકામે સી.સી.ટી.વી. કેમેરા ઉપયોગી બની શકે તેમ હોવાનું જણાવી, વિવિધ એકમો કે જ્યાં જાહેર જનતાને અવર-જવર રહે છે.
- Advertisement -
તેવા સ્થળોએ જાહેર જનતાની સુરક્ષા માટે સી.સી.ટી.વી કેમેરા લગાવવા તેમજ આનુષંગિક જરૂરી પગલાં લેવા સૂચનાઓ બહાર પાડતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ જાહેરનામા ભંગ બદલ ફરિયાદ માંડવા માટે પોલીસ હેડ કોસ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી તા.17/07/2024 સુધી અમલમાં રહેશે.