અમદાવાદમાં પણ 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાશે, ઓનલાઈન વેચાણ થયેલી ટિકિટને ઉંચા ભાવે ફરી વેંચવામાં આવતી હોવાની ફરિયાદો મળતા IT વિભાગ એક્શનમાં
અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટ બ્લેકમાં વેચનારા સામે તપાસ કરાઇ રહી છે. વિગતો મુજબ IT વિભાગ દ્વારા બ્લેકમાં ટિકિટ વેંચનારા સામે તપાસ શરૂ કાઇ છે. મહત્વનું છે કે, ઓનલાઈન વેંચાયેલી ટિકિટ ઉંચા ભાવે ફરી વેંચાતી હોવાની ફરિયાદો મળી હતી. નોંધનિય છે કે, 16 નવેમ્બરથી ઓનલાઈન ટિકિટનું વેંચાણ શરૂ થયું હતું જોકે શૉની તમામ ટિકિટો મિનિટોમાં જ વેંચાઈ ગઈ હતી. આગામી 25 અને 26 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાનાર છે.
- Advertisement -
કોલ્ડપ્લે કોન્સર્ટ અમદાવાદ આવેલા વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવાની પણ જાહેરાત કરી છે. અમદાવાદમાં પણ 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાશે. આ તરફ હવે અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી કરનાર સામે તપાસ થશે. ઈન્કમટેક્સ વિભાગે બ્લેકમાં ટિકિટનું વેચાણ કરનાર સામે તપાસ હાથ ધરી છે. ઓનલાઈન વેચાણ થયેલી ટિકિટને ઉંચા ભાવે ફરી વેંચવામાં આવતી હોવાની ફરિયાદો મળી હતી.
કોલ્ડપ્લે કોન્સર્ટ શું છે?
કોલ્ડપ્લે એક બ્રિટિશ રોક બેન્ડ છે. જેની રચના વર્ષ 1997માં થઈ હતી. પાંચ લોકોની ટીમમાં ગાયક અને પિયાનોવાદક ક્રિસ માર્ટિન, ગિટારવાદક જોની બકલેન્ડ, બાસિસ્ટર ગાય બેરીમન, ડ્રમર અને પર્ક્યુસિનિસ્ટ વિલ ચેમ્પિયન અને મેનેજર ફિલ હાર્વ સામેલ છે. જેમાંથી 4 સ્ટેજ પરફોર્મ કરે છે. તેનો લાઈવ કોન્સર્ટ જોવા માટે લોકો મોટી સંખ્યમાં પહોંચી જાય છે. તેના પર્ફોર્મન્સનો અંદાજ અન્ય રોક બેન્ડથી ખુબ અલગ હોય છે. આ બેન્ડની શરુઆત કોલેજના દિવસોમાં શરુ થઈ હતી. તેમના પોતાના શાનદાર ગીતો માટે તેને ગ્રેમી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. જે મ્યુઝિકનો સૌથી મોટો એવોર્ડ હોય છે.
- Advertisement -
કેવી રીતે થઈ કોલ્ડપ્લેની શરૂઆત?
ક્રિસ અને જોનીએ એકસાથે પર્ફોર્મ કરવાનું શરૂ કર્યું, તે સમયે બંને ‘બિગ ફેટ નોઈઝ’ અને ‘પેક્ટોરલ્સ’ તરીકે જાણીતા હતા. એક વર્ષ પછી, ગાય બેરીમેન બંનેને મળ્યો અને તે પણ તેમની સાથે જોડાયો. આ પછી બેન્ડનું નામ બદલીને ‘સ્ટારફિશ’ રાખવામાં આવ્યું. પરંતુ ફરીથી તેનું નામ બદલીને ‘કોલ્ડપ્લે’ રાખવામાં આવ્યું. બેન્ડે A Rush of Blood to the Head આલ્બમ માટે ‘ધ સાયન્ટિસ્ટ’ ગીત લખ્યું હતું, જેના માટે ક્રિસે ઊલટું ગીત ગાવાની પ્રેક્ટિસ કરી હતી. બેન્ડની શરૂઆતના ચાર વર્ષ પછી, તેમણે 2000માં તેનું પહેલું સ્ટુડિયો આલ્બમ રિલીઝ કર્યું, જેનું શીર્ષક ‘પેરાશૂટ્સ’ હતું. કોલ્ડપ્લેનું પહેલું સૌથી હિટ ગીત ‘શિવર’ હતું. 2016માં ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલ દરમિયાન ભારતમાં કોલ્ડપ્લે કરવામાં આવ્યું હતું.