અભયારણ્ય વિસ્તારનો વિડીયો ઉતારી ઈન્સ્ટાગ્રામમાં રિલ્સ મૂકી હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
સુરેન્દ્રનગર સહિત મોરબી, પાટણ, કચ્છ જિલ્લામાં ફેલાયેલું કચ્છનું નાનું રણ અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે જેમાં ઘુડખર નામક પ્રજાતિના પશુઓ વસવાટ કરતા હોવાથી આ વિસ્તારને અભ્યારણ્ય તરીકે જાહેર કરાયું છે. ઘુડખર અભ્યારણ્યમાં વન વિભાગની પરમિશન વગર પ્રવેશબંધી હોય છે. જેથી અહી વિડિયો અને પોટોગ્રફી કરવા માટે પણ વનવિભાગના અધિકારીની પરમિશન જરૂરી બને છે તેવામાં આજકાલ યુવાનોમાં વધતા ક્રેઝને લઈને પોતાના કિસ્સામાં રહેલ મોબાઇલને દુનિયા માનતા ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ફેમસ થવા માટે જુદા જુદા પ્રકારના વિડિયો અપલોડ કરતા હોય છે જે વિડિયો માત્ર ગણતરીની કલાકોમાં જ લગભગ દેશ અને દેશની બહાર સુધી પહોંચી શકે છે ત્યારે કચ્છનું નાનું રણ પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં પણ કોઈ પરમિશન લીધા વગર સોશિયલ મીડિયા પર વિડિયો અપલોડ કરનાર મહેશ વિરાણી નામના ઈન્સ્ટાગ્રામ સ્ટારને બજાણા વન વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ હતી જેમાં મહેશ વિરાણીને વિડિયો અપલોડ કરવા બાબતે ત્રીસ હજાર રૂપિયા દંડ ભરપાઇ કરી માફી માંગી અન્ય લોકોને પણ આ પ્રકારે પરમિશન વગર વિડિયોગ્રાફી નહિ કરવાની અપીલ કરાઇ છે.