સોની મહિલાને ન્યાય ન મળતા ખોડું મુંધવા વિરુદ્ધ ફરી અરજી
અનેક રજૂઆત છતા એ ડિવિઝન પોલીસે તપાસ જ ન કરી…
- Advertisement -
એ ડિવિઝન અને ખોડુંં મુંધવા બન્નેની મિલીભગત, પોલીસે મોબાઈલ પણ લઈ લીધો
ખોડુંં મુંધવાના વ્યાજચક્રથી કંટાળી નિલેશ રાજપરાએ આપઘાત કર્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં દિવસેને દિવસે વ્યાજખોરોનો આતંક વધતો જાય છે. ત્યારે શહેરના વ્યાજ માફિયા ગણાતા ખોડુંં મુંધવા વિરૂદ્ધ વધુ એક પોલીસ કમિશનરને અરજી થઈ છે. શ્રીજી જ્વેલર્સ નામની પેઠી ધરાવતા નિલેશ રાજપરાએ ખોડુંં મુંધવાના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો. જેને લઈને તેમના પત્ની દિપ્તીબેન રાજપરાએ ન્યાય અપાવવા માટે પોલીસ તંત્રને રજૂઆત કરી છે.
- Advertisement -
પોલીસ કમિશનરને આપેલી અરજી પ્રમાણે ભગવતીપરા મેઈન રોડ પર રહેતા અને છૂટક સોની કામ કરતા નિલેશભાઈ રાજપરાની આર્થિક સ્થિતિ કથળતા તેમને વ્યાજનો ધંધો કરતા ખોડુંં મુંધવા પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા. જ્યારે આ બે લાખની રકમના ખોડુંં મુંધવાએ નિલેશભાઈ પાસેથી કટકે કટકે 8થી 10 લાખ રૂપિયા ઉઘરાવ્યા. ખોડુંં મુંધવા 2 લાખનું દર મહિને 90 હજાર રૂપિયા વ્યાજ ઉઘરાવતો હતો અને જ્યારે વ્યાજની રકમ આપવામાં મોડું થાય તો એક દિવસની પેનલ ટીના 10 હજાર રૂપિયા ઉઘરાવતો હતો.
આવી રીતે પેનલ ટી લગાવીને ખોડુંં મુંધવાએ નિલેશભાઈ રાજપરા પાસેથી 8થી 10 લાખ ઉઘરાવી લીધા આટલેથી ન અટકતા ખોડુંં મુંધવા વારંવાર નિલેશ રાજપરાને ધોલ ધપાટ કરતો અને માનસિક ટોર્ચર કરતો હતો. જેનાથી કંટાળીને નિલેશ રાજપરાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો. જેના વિરૂદ્ધ નિલેશભાઈના પત્ની દિપ્તીબેને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખોડુંં મુંધવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. જે મુદ્દે ખોડુંં મુંધવા વિરૂદ્ધ આઈપીસીની કલમ 306, 365 તેમજ મની લેન્ડિંગ એક્ટ હેઠળ એફ.આઈ.આર દાખલ થઈ છે. ત્યારે આજ દિન સુધી સોની પરિવારને ન્યાય ન મળતા દિપ્તીબેને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને ખોડુંં મુંધવા વિરૂદ્ધ કાર્યવાહી કરવા આવેદન પાઠવ્યું છે.
દિપ્તીબેને વધુમાં જણાવ્યું કે, આટઆટલું વ્યાજ ચૂકવ્યા પછી પણ તેમણે તમારા કાકા અને પપ્પાને વારંવાર માનસિક ત્રાસ આપે છે અને અમારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. જ્યારે સોની બજારમાં પણ આવા અનેક કિસ્સાઓ હશે કે, ખોડુંં મુંધવના વ્યાજના ચક્કરમાં પડ્યા હોય અને તેનો ભોગ બન્યા હોય. તેમની પાસે રિવોલ્વર હોવાથી અવારનવાર મારી નાખવાની ધમકી પણ આપે છે. દિપ્તીબેને કરેલી અરજી : આપ સાહેબને જણાવવાનું કે મે આપની કચેરીમાં એક ખુબ જ મોટા ગુનાહીત ઇતિહાસ ધરાવતો આરોપી, વ્યાજખોર ખોડુંં સાંમતભાઈ મુંધવા કે જેના ત્રાસથી મારા પતિને આત્મહત્યા કરવી પડી છે તેના વિરૂધ્ધમાં કરીપાદ તારીખ 4 જૂન 2022ના રોજ વિગતવાર આપેલી છે. આ વ્યકિતએ પોતાના ગુંડાના અને રૂપિયા જોરે મોટા નેતાઓ અધિકારીઓ સાથે ઓળખાણના જોરે ઘણા પરિવારો બરબાદ કરી નાખ્યા છે જેમાંથી એક અમારો પરીવાર છે. અમારા પરીવારમાં મારા પતિ નિલેશભાઈ દિપ્તી તેમજ મારા બે બાળકો દિકરો 14 વર્ષ તેમજ દિકરી 18 વર્ષ સુખેથી ભાડાના મકાનમાં રહેતા અને ભાડાની દુકાનમાં સોનીકામનો ગુજરીનો ધંધો કરી અમારૂ ગુજરાન ચલાવતા હતા.
ત્યારે ધંધામાં થોડી ખેંચ આવતા મોટા ધંધાની ખાણ આપી આ ગોડભાઈ મુંધવાએ મારા પતિને રૂપીયા બે લાખ વ્યાજે આપે અને આ બે લાખના કટકે કટકે રૂપીયા 8 થી 10 લાખ જેવી મોટી રકમ વસુલેલા ને રૂપીયા 2,00,000 નું દર મહિને બાજ રૂપિયા 90,000 વસુલનો તેમજ ઈટ થાય તો એક દિવસની પેનલ્ટી રૂપીયા 10,000 તેનો 8 થી 10 લાખ જેવી માટી રકમ આપ્યા બાદ પણ તે વ્યાજના રૂપિયા 6 લાખ અને પેનલ ટીના રૂપીયા 5 લાખની ઉઘરાણી કરવાના બહાને મારા પતિને વારે વારે મારતો અને ટોર્ચર કરતો જેના ત્રાસને લીધે મારા પતિએ ઝેરી દવા પીને આત્મહત્યા કરેલ જે કેસમાં આરોપી ખોડુંં સામતભાઈ મુંધવા વિરૂધ્ધ રાજકોટ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ 306, 465, 386, 323, 504 114 તેમ જ મની લેન્ડીંગ એકટ 5 અને 40 હેઠળ ગુનો એક.આઈ.આર. નંબર આઈ-105-2018 થી દાખલ થયો હતો. રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પુરતા પુરાવા હોવા છતાંય સંદિગ્ધ રીતે આ તપાસ મીલીભગતથી બંધ કરી દેવામાં આવી, અને ખોડ મુંધવાને તેના રૂપિયા અને વિલના જોરે સરકારી વિકલને પોતાના તરફ કરી 6 મહિનાના સ્ટે મેળવી લીધેલ. અમો આર્થીક સાવ ભાંગી ગયા હોવાને લીધે અમારી પાસે પ્રાઈવેટ વકિલ રાખવાના કે તેના ઉપર કાદેસરની કાર્યવાહી ન કરી શક્યા. રાજકોટમાં તો એના ત્રાસનો ભોગ બનનાર સેંકડો લોકો હશે પા માત્ર જો સોની બજારમાં પણ તપાસ કરવામાં આવે તો આ ખોડભાઈ મંધવા નો ભોગ બનેલા ઘણા લોકોના જીવન બચાવી શકાય એમ છે. ખોડુ મુંધવા રીવોલ્વર પણ ધરાવે છે જેનાથી એ બધાને ડરાવે ધમકાવે પણ છે. મારી આ ફરીયાદને ધ્યાનમાં કંઈને મારા પતિ પર દેબારનો ધારા ગુજારી તેને આત્મા માટે મજબુર કરનારો, અને મારા પતિ પાસેથી 40 ટકા સુધી કમ્મરતોડ વ્વાજની સાથે સાથે એક એક દિવસની હજારો રૂપીયા પેનલ્ટી ચાવી કાવતરા કરનારા અને સાચી રીતે જોઈએ તો મારા પતિના હત્યારા ખોડુંં મુંધવા વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા નમ્ર વિનંતી
એ ડિવિઝન પોલીસે તપાસ જ બંધ કરી દીધી
દિપ્તીબેન રાજપરાએ એવા પણ આક્ષેપ કર્યા છે કે, આ કેસમાં કોઈ તપાસ શરૂ થઈ નથી. એ ડિવિઝન પોલીસ પાસે તમામ આધાર હોવા છતા પણ કાર્યવાહી આગળ વધારવામાં આવી નથી. એ ડિવિઝન પોલીસ અને ખોડુંં મુંધવાની મિલીભગત છે. ખોડુંં મુંધવાએ પૈસાથી સરકારી વકીલને ફોડીને આ કેસમાં 6 મહિનાના સ્ટે મેળવી લીધા છે. જ્યારે એ ડિવિઝન પોલીસે મારો મોબાઈલ પણ લઈ લીધો છે. આ આપઘાત કેસના તમામ પુરાવા જેની અંદર છે.
ખોડુંં મુંધવાની વિચિત્ર વ્યાજ સિસ્ટમ
ખોડુંં મુંધવાની વ્યાજ ઉઘરાવવાની સિસ્ટમ સાવ અલગ છે. તે દરેક કલાક અને દિવસનું પણ વ્યાજ ઉઘરાવે છે. 3 મહિનાની અંદર 2 લાખના 10 લાખ ચૂકવ્યા છતા વધુ પૈસા માગી હેરાન કરતો હતો જો તેને એક દિવસ પૈસા આપવાનું ચુકાઈ જાય તો દર કલાકનું વ્યાજ ઉઘરાવતો હતો.
વાંચકોને આહવાન
ખોડું મુંધવાના ત્રાસથી પરેશાન નાગરિકો ખાસ-ખબર કાર્યાલયનો સંપર્ક કરે…
સંપર્ક કરો…76982 11111