ઈસરોએ કહ્યું, મિશનના ત્રીજા સ્ટેજમાં ટેક્નિકલ ખામી સર્જાઈ: અન્વેષા સહિત 15 સેટેલાઇટ લઈને ગયું હતું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈંજછઘ)નો વર્ષનો પ્રથમ સેટેલાઈટ મિશન ફેલ થયો છે. સોમવારે સવારે 10:18 વાગ્યે આંધ્રપ્રદેશના હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઙજકટ-ઈ62 રોકેટે અન્વેષા સહિત 15 સેટેલાઈટ લઈને ઉડાન ભરી હતી.
ઈસરોના જણાવ્યા મુજબ, મિશનના ત્રીજા સ્ટેજમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે સેટેલાઈટ તેના નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત થઈ શક્યો નહીં અને એ રસ્તો ભટકી ગયો હતો. ઈંજછઘના વડા ડો. વી. નારાયણને એક નિવેદન જાહેરી કરીને કહ્યું, ત્રીજા સ્ટેજમાં સમસ્યા આવી અને રોકેટની દિશા બદલાઈ ગઈ.
8 મહિના પહેલાં, 18 મે, 2025ના રોજ ઈંજછઘનું ઙજકટ-ઈ61 મિશન પણ ટેક્નિકલ ખામીને કારણે ત્રીજા સ્ટેજમાં ફેલ થયું હતું. આ મિશનમાં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટને 524-કિમી સન-સિંક્રોનસ પોલર ઓર્બિટમાં સ્થાપિત કરવાનો હતો. ઈંજછઘનું આ 101મું લોન્ચ મિશન હતું.
ઈંજછઘએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું, ઙજકટ-ઈ62 મિશનના ઙજ3 તબક્કાના અંતે એક મુશ્ર્કેલી પડી છે. વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.
ઈસરોનું ઙજકટ-ઈ62 મિશન ફેલ થયું. ઈસરોના વડા વી. નારાયણને જણાવ્યું હતું કે સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો. બીજો સ્ટેજ પણ સફળ રહ્યો, પરંતુ ત્રીજા સ્ટેજમાંથી ડેટા મેળવવાનું મુશ્ર્કેલ બન્યું. એ રસ્તો ભટકી ગયો. મિશનનો ચોથો સ્ટેજ શરૂ થયો, પરંતુ એ પછી કોઈ અપડેટેડ ડેટા મળ્યા નહીં. અમે ડેટાનું વિશ્ર્લેષણ કરી રહ્યા છીએ.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈંજછઘ) આજે સવારે 10.18 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી વર્ષ 2026નો પ્રથમ સેટેલાઇટ મિશન લોન્ચ કર્યો. આ લોન્ચ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (ઙજકટ)-ઈ62 દ્વારા કરવામાં આવ્યો.
આ મિશનમાં કુલ 15 સેટેલાઇટ્સને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા, જેમાં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (ઊઘજ-ગ1) અન્વેષા મુખ્ય છે, જેને પૃથ્વીથી લગભગ 600 કિલોમીટર ઉપર પોલર સન-સિંક્રોનસ પોલર ઓર્બિટ (જજઘ)માં સ્થાપિત થવાનો હતો.
અન્વેષા સેટેલાઇટને રક્ષા અનુસંધાન એવમ વિકાસ સંગઠન (ઉછઉઘ) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ અદ્યતન ઇમેજિંગ ક્ષમતાઓથી સજ્જ એક જાસૂસી (ગુપ્ત) સેટેલાઇટ છે, જેનો ઉદ્દેશ સચોટ દેખરેખ અને મેપિંગ કરવાનો છે. આ પૃથ્વીથી ઘણા સો કિલોમીટર ઉપર હોવા છતાં ઝાડીઓ, જંગલો અથવા બંકરોમાં છુપાયેલા દુશ્ર્મનોની તસવીરો લઈ શકે છે.
જે 15 સેટેલાઇટ્સને લોન્ચ કરવામાં આવશે એમાં 7 ભારતીય અને 8 વિદેશી સેટેલાઇટ પણ સામેલ છે. હૈદરાબાદ સ્થિત ધ્રુવા સ્પેસ આ લોન્ચ દ્વારા પોતાના 7 સેટેલાઇટ્સ અંતરિક્ષમાં મોકલી રહી છે. 8 વિદેશી સેટેલાઇટ્સમાં ફ્રાન્સ, નેપાળ, બ્રાઝિલ અને યુકેના સેટેલાઇટ સામેલ છે.



