ISRO ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે ચંદ્રયાન 3 બાદ હવે ચંદ્રયાન 4 અને 5 ની ડિઝાઈન તૈયાર છે. જાણો ક્યારે થશે લોન્ચિંગ…
ISROના ચેરમેન એસ સોમનાથે જણાવ્યું હતું કે અમારી પાસે ચંદ્ર પર જવા માટે ઘણા મિશન છે. સ્પેશ એજન્સીએ ચંદ્ર મિશનના આગામી તબક્કામાં ચંદ્રયાન 4 અને 5 માટેની ડિઝાઈનો પૂરી કરી લીધી છે અને હવે સરકારની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે.
- Advertisement -
ઈસરો દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં એસ સોમનાથે જણાવ્યું હતું કે ચંદ્રયાન 4 મિશનમાં ચંદ્રની સપાટી પરથી ખડકો અને માટીને ઘરતી પર લાવવામાં આવશે. સાથે જ ચંદ્ર પરથી સેટેલાઈન લોન્ચ કરવા, ચંદ્રની ભ્રમણકક્ષામાં અવકાશ ડોકીંગ પ્રયોગનો સમાવેશ થાય છે.
#WATCH |pic.twitter.com/hhXkKr9Vpm
— ANI (@ANI) August 20, 2024
- Advertisement -
ડિસેમ્બરમાં ગગનયાન મિશન લોન્ચ થશે
સોમનાથે ગગનયાન મિશનને લઈને કહ્યું કે આ પ્રથમ માનવરહિત મિશન આ વર્ષે ડિસેમ્બરમાં મોકલવામાં આવશે. તમામ સિસ્ટમ આગામી એકથી દોઢ મહિનાની અંદર શ્રીહરિકોટા પહોંચી જશે, જ્યાં અંતિમ પરીક્ષણ હાથ ધરાશે.