ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરો પોતાના સૌથી ભારે રોકેટ જીએસએલવી એમકે 3ની પહેલી કોમર્શિયલ ફ્લાઈટ લોન્ચ કરવા જઈ રહ્યું છે.
ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ રોકેટ જીએસએલવી એમકે 3ને લઇને મોટી જાહેરાત કરી છે. ઈસરો પોતાના સૌથી ભારે રોકેટની પહેલી કોમર્શિયલ ફ્લાઈટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ક્રમમાં ઈસરો 23 ઓક્ટોબરના રોજ સવારે 7 વાગે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી સેટેલાઈટ કોમ્યુનિકેશન કંપની વનવેબ સાથે 36 સેટેલાઈટ લોન્ચ કરવા માટે તૈયાર છે. તેના લોન્ચિંગ સાથે જ જીએસએલવી એમકે3 વૈશ્વિક કોમર્શિયલ લોન્ચ સર્વિસ માર્કેટમાં પ્રવેશ કરશે.
- Advertisement -
LVM3 – M2/OneWeb India-1 Mission: Launch scheduled at 0007 hrs. IST on October 23, 2022. Cryo stage, equipment bay (EB) assembly completed. Satellites are encapsulated and assembled in the vehicle. Final vehicle checks are in progress. @NSIL_India @OneWeb pic.twitter.com/pPbqjDjFmS
— ISRO (@isro) October 14, 2022
- Advertisement -
23 ઓક્ટોમ્બરે લોન્ચ થશે
રીપોર્ટના જણાવ્યા અનુસાર, ઇસરોએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે LVM3 – M2 / OneWeb India-1 મિશનનો લોન્ચિંગ સમય 23 ઓક્ટોબર, 2022ના રોજ સવારે 7 વાગ્યાનો છે. ક્રાયો સ્ટેજ ઇક્વિપમેન્ટ બે (ઇબી) એસેમ્બલી પૂર્ણ થઈ ગઈ છે. ઉપગ્રહોને તેમાં સમાવી લેવામાં આવ્યા છે અને વાહનમાં એસેમ્બલ કરવામાં આવ્યા છે. અંતિમ વાહનની તપાસ ચાલુ છે.
Registration for witnessing the launch of LVM3-M2/OneWeb India-1 Mission from the Launch View Gallery at SDSC-SHAR Sriharikota, AP is open at https://t.co/vjNE4RgAKv. The launch is scheduled for Sun, Oct 23, 2022, at 0007 Hrs. IST (that is, midnight of Saturday, October 22, 2022)
— ISRO (@isro) October 14, 2022
લોકો વ્યુઇંગ ગેલેરીમાંથી પ્રક્ષેપણ જોઈ શકશે
ઇસરો ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ (ઇસરોની વ્યાપારી શાખા) અને યુકે સ્થિત લો અર્થ ઓર્બિટ સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપની વનવેબ વચ્ચેના કરારના ભાગરૂપે આ પ્રક્ષેપણ કરી રહ્યું છે. અંતરિક્ષ એજન્સીએ લોકોને પ્રક્ષેપણ જોવા માટે એક વ્યુઇંગ ગેલેરી પણ ખોલી છે. કોરોના મહામારી બાદ પહેલીવાર લોકોને લોન્ચિંગ જોવાની તક મળી છે.
ISRO to launch 36 satellites of OneWeb onboard LVM3, nominally during the second half of Oct 2022. With this “LVM3 M2/ OneWeb India-1 Mission”, the 1st LVM3 dedicated commercial launch on demand through NSIL, LVM3 enters the Global commercial launch service market. @OneWeb pic.twitter.com/7vyvnRDPMW
— ISRO (@isro) October 6, 2022
વનવેબ બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરશે
ભારતનું સૌથી ભારે રોકેટ લોન્ચ યુનાઇટેડ કિંગડમ સ્થિત નેટવર્ક એક્સેસ એસોસિએટેડ લિમિટેડે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ખરીદ્યું હતું. ભારતી ગ્રુપ સમર્થિત વનવેબ એ બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરવા માટે પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેલા ઉપગ્રહોનું એક જૂથ છે. આ પહેલીવાર છે જ્યારે ભારતના સૌથી ભારે રોકેટનો ઉપયોગ વ્યાપારી પ્રક્ષેપણ માટે કરવામાં આવી રહ્યો છે.
ભારત પાસે ત્રણ પ્રક્ષેપણ યાન મોડ્યુલ
આ પહેલીવાર હશે જ્યારે ભારતના વર્કહોર્સ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) સિવાય અન્ય રોકેટનો ઉપયોગ વ્યાવસાયિક પ્રક્ષેપણ માટે કરવામાં આવી રહ્યો છે. અત્યારે ભારત ત્રણ કાર્યરત પ્રક્ષેપણ યાન – પીએસએલવી, જીએસએલવી અને જીએસએલવી એમકે III ધરાવે છે. સ્પેસ એજન્સીએ એક નાનું સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પણ વિકસાવ્યું છે, જેની પ્રથમ ઉડાન આ વર્ષની શરૂઆતમાં આંશિક રીતે સફળ રહી હતી.