ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ તાજેતરમાં ચંદ્રયાન ત્રણ નું સફળતા પૂર્વક ચંદ્ર પર લેન્ડિંગ કરનાર ઇસરોના ચેરમેન એસ.સોમનાથ આજરોજ દેશનું પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા પધાર્યા હતા જેમાં ઇસરોના ચેરમેન એસ.સોમનાથ વહેલી સવારે વેરાવળ રેલ્વે સ્ટેશને આવી પહોંચ્યા હતા.જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસમાં ટૂંકું રોકાણ કરીને ત્યાંથી તેઓ સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.