ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બની ઈતિહાસ રચવા ઉપરાંત ભારતે જમીન પર વધુ એક રેકોર્ડ નોંધાવ્યો
ચંદ્રયાન 3ના લેન્ડરે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું અને રચાઇ ગયો મોટો ઇતિહાસ. જોકે અહી એક બીજો રેકોર્ડ પણ સર્જાયો છે. વાત જાણે એમ છે કે, ISROની લાઇવ સ્ટ્રીમિંગ લિંકે પણ YouTube પર ઇતિહાસ રચ્યો હતો. ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ એકસાથે 8.06 મિલિયન લોકોએ નિહાળ્યું હતું, જેણે યુટ્યુબના ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.
- Advertisement -
ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બની ગયો છે. ઈતિહાસ રચવા ઉપરાંત ભારતે જમીન પર વધુ એક રેકોર્ડ નોંધાવ્યો છે. યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ જોવાના મામલે ભારતીયોએ રેકોર્ડ બનાવ્યો છે.ઈસરોએ તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું, જેને 8.5 મિલિયન એટલે કે લગભગ 85 લાખ લોકોએ લાઈવ જોયું હતું, જે એક રેકોર્ડ બની ગયો છે.
Most Viewed Live Streams on YouTube ▶️
1. 🚀🇮🇳 ISRO Chandrayaan3: 8.06 Million 🔥
2. ⚽️🇧🇷 Brazil vs South Korea: 6.15 M
3. ⚽️🇧🇷 Brazil vs Croatia: 5.2 M
4. ⚽️🇧🇷 Vasco vs Flamengo: 4.8 M
5. 🚀🇺🇸 SpaceX Crew Demo: 4.08 M
6. 🎶🇰🇷 BTS Butter: 3.75 M
7. 🇺🇸 Apple: 3.69 M
8. 🧑⚖️🇺🇸…
- Advertisement -
— The World Ranking (@worldranking_) August 23, 2023
લાઇવ સ્ટ્રીમિંગ જોવાનો ઇતિહાસ
ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર તેના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, આ ઐતિહાસિક ક્ષણને યુટ્યુબ પર 80,59,688 લોકોએ જોઈ. તે જ સમયે જ્યારે ચંદ્રયાન-3નું લેન્ડર ચંદ્રની સપાટી પર નીચે આવ્યું ત્યારે 355.6 હજારથી વધુ લોકો ઈસરોના ફેસબુક પેજ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ રહ્યા હતા.
આનો અર્થ એ થયો કે ચંદ્રયાન-3ના લાઈવ સ્ટ્રીમિંગ માટે ઈસરોની યુટ્યુબ ચેનલ તેમજ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે માંગ હતી. 750,822 થી વધુ લોકોએ ISROની અન્ય દૂરદર્શન YouTube લિંક્સ પર ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગના લાઇવ સ્ટ્રીમિંગનો આનંદ માણ્યો.
રેકોર્ડ તોડ્યો
ચંદ્રયાન-3ના લાઈવ સ્ટ્રીમિંગના કિસ્સામાં ભારતીયોએ સ્પેનિશ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઈબાઈનો રેકોર્ડ તોડ્યો છે. Ibai પાસે સૌથી વધુ 3.4 મિલિયન એટલે કે 3.4 મિલિયન લોકો એકસાથે લાઇવ સ્ટ્રીમિંગ જોવાનો રેકોર્ડ હતો, જે હવે ભારતીયોએ તોડી નાખ્યો છે. આ પણ એક અનોખો રેકોર્ડ છે, જે ભારતીયોનો ઉત્સાહ દર્શાવે છે.