– પીએમ બેન્જામિન નેતન્યાહૂ પણ જેરુસલેમ કાયદાના સમર્થનમાં મતદાન કરવા સંસદ પહોંચ્યા
પીએમ બેન્જામિન નેતન્યાહૂ પણ જેરુસલેમ કાયદાના સમર્થનમાં મતદાન કરવા સંસદ પહોંચ્યા હતા, જેઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. નેતન્યાહુના શાસક હાર્ડ-રાઇટ ગઠબંધનના તમામ 64 ધારાસભ્યોએ આ બિલને મંજૂરી આપી દીધી છે. આ કાયદો ઇઝરાયેલમાં ન્યાયતંત્રની સત્તાને મર્યાદિત કરશે અને તમામ સત્તાઓ સરકાર પાસે આવશે.
- Advertisement -
ઇઝરાયેલની સંસદે સોમવારે એક વિવાદાસ્પદ ન્યાયિક સુધારણા બિલને કાયદામાં રૂપાંતરિત કર્યું. PM બેન્જામિન નેતન્યાહુ પણ કાયદાના સમર્થનમાં મતદાન કરવા સંસદ પહોંચ્યા હતા, જેઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. નેતન્યાહુના શાસક હાર્ડ-રાઇટ ગઠબંધનના તમામ 64 ધારાસભ્યોએ આ બિલને મંજૂરી આપી દીધી છે. બીજી તરફ વિપક્ષી સાંસદોએ તેનો બહિષ્કાર કર્યો છે.
કાયદો ન્યાયતંત્રની સત્તાને કરશે મર્યાદિત
ઈઝરાયેલમાં આ વિવાદાસ્પદ કાયદા વિરુદ્ધ વર્ષની શરૂઆતથી એટલે કે છેલ્લા સાત મહિનાથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. વિરોધીઓનો દાવો છે કે આ કાયદો ઇઝરાયેલમાં ન્યાયતંત્રની સત્તાને મર્યાદિત કરશે અને તમામ સત્તાઓ સરકાર પાસે આવશે. દરખાસ્તોમાં એક બિલનો સમાવેશ થાય છે જે સંસદને સામાન્ય બહુમતીથી સુપ્રીમ કોર્ટના નિર્ણયોને ઉથલાવી શકે છે, જ્યારે અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં સંસદને અંતિમ નિર્ણય આપશે.