ઇઝરાયલ અને હમાસની વચ્ચે ફરી વખત યુદ્ધવિરામ કરવાના પ્રયત્નો સામે પડકાર ઉભા થયા છે. ઇઝરાયલની તરફથી યુદ્ધવિરામ ચર્ચા માટે મોસાદના ચીફ કતર જવાના હતા, પરંતુ હવે તેમનો પ્રવાસ રદ થયો છે. જો કે પ્રવાસ રદ થવાનું કોઇ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જયારે આના પર ઇઝરાયલના બંધકોના પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી છે અને સરકાર પાસે જવાબ માંગ્યો છે.
ઇઝરાયલની યુદ્ધ સંબંધી કેબિનેટમાં થયો નિર્ણય
જણાવી દઇએ કે, ઇઝરાયલ અને હમાસની વચ્ચે કતર દ્વારા મધ્યસ્થી કરવામાં આવી રહી છે. બંન્ને પક્ષ એર વાર ફરી યુદ્ધ વિરામ અને બંધકોને છોડાવવા માટેની સંભાવનાઓ શોધી રહ્યા છે. આ સંબંધમાં ઇઝરાયલની ગુપ્તચર એઝન્સી મોસદના ચીફ ડેવિડ બારનેયા કતારની રાજધાની દોહા જવાના હતા, પરંતુ હવે તેમનો આ પ્રવાસ રદ થયો છે. બુધવારના ઇઝરાયલી મીડયાએ દાવો કર્યો છે કે, ઇઝરાયલની યુદ્ધ સંબંધી કેબિનેટની બેઠક યોજાઇ, જયારે અધ્યક્ષતા વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ કરી હતી. આ બેઠકમાં જ મોસાદ ચીફની કતાર યાત્રા રદ કરવાનો નિર્ણય થયો છે.
- Advertisement -
બંધકોના પરિવારજનોએ નારાજગી દર્શાવી
જયારે મોસાદના ચીફ કતારનો પ્રવાસ રદ થવા પર બંધકોના પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી છે. લોકોએ સરકાર પાસે જવાબ માંગ્યો છે કહ્યું કે, તેઓ આ મતભેદો અને ડેડલોકની સ્થિતિથી પરેશાન થઇ ગયા છે. જણાવી દઇએ કે, ઇઝરાયલની તરફથી બંધકોને છોડવા માટે વાતચીતનું નેતૃત્વ મોસાદ ચીફ કરી રહ્યા છે. જાયરે અમેરિકાની તરફથી સીઆઇના પ્રમુખનો પક્ષ રાખ્યો છે. જણાવી દઇએ કે, બંધકોમાં 8 અમેરિકી નાગરિક હતા. અમેરિકી બંધકોના પરિવારજનોને બુધવારના અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનથી મુલાકાત કરી હતી. સાથે જ આલોકો સીઆઇએ પ્રમુખને પણ મળ્યા હતા.