લેબનોનમાં ઈઝરાયલી સેનાએ મોટી કાર્યવાહી કરી છે અને નસરલ્લાહના ઉત્તરાધિકારીને પણ ઠાર કરવામાં આવ્યો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નતન્યાહૂએ મંગળવારે લેબનોનના લોકોને સંબોધન કર્યું હતું.
હિઝબુલ્લાહની તાકાતને ઘટાડી
- Advertisement -
નેતન્યાહૂએ જાહેર કરેલા એક વીડિયો સંદેશમાં કહ્યું કે, ‘અમે હિઝબુલ્લાહની તાકાતને ઘટાડી દીધી છે. અમે નસરલ્લાહ, તેમના ઉત્તરાધિકારી સહિત હજારો આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો છે.’ જોકે, નેતન્યાહૂએ કોઈ નામ જાહેર કર્યું નથી. અગાઉ, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે કહ્યું હતું કે ‘હિઝબુલ્લાના વડા હસન નસરલ્લાહની ઉત્તરાધિકારી હાશેમ સફીદ્દીનની ઠાર કરવામાં આવ્યો છે.
લેબનોનના લોકોને સંબોધિત કર્યા
ઈઝરાયલના વડાપ્રધાને વીડિયોમાં લેબનોનના લોકોને સંબોધિત કરીને કહ્યું હતું કે, ‘લેબનીઝ લોકોને હિઝબુલ્લાહથી પોતાને મુક્ત કરવા હાકલ કરી હતી. ઈઝરાયલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. છેલ્લા ઘણા વર્ષોની સરખામણીમાં હિઝબુલ્લાહ હાલમાં સૌથી નબળી છે. હવે તમે તમારા દેશને પાછો લઈ શકો છો અને તેને શાંતિ અને સમૃદ્ધિના માર્ગ પર પાછા લાવી શકો છો.