ઈરાનનો બેલિસ્ટિક મિસાઈલોથી વળતો હુમલો – 5નાં મોત, 67 ઘાયલ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા 72 કલાકથી લડાઈ ચાલી રહી છે. રવિવારે ઈઝરાયલે ઈરાની વિદેશ મંત્રાલય પર હુમલો કર્યો હતો. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આના એક દિવસ પહેલા ઈરાની સંરક્ષણ મંત્રાલય પર પણ હુમલો થયો હતો. ઈરાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં 224 લોકો માર્યા ગયા છે, જ્યારે 1,277 થી વધુ ઘાયલ થયા છે. તે જ સમયે, યુએસ સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા જૂથે દાવો કર્યો છે કે ઈરાનમાં 406 લોકો માર્યા ગયા છે.
ઈરાને ઈઝરાયલ પર સેંકડો મિસાઈલો પણ છોડી છે. આ હુમલાઓમાં 14 લોકો માર્યા ગયા હતા અને 380 ઘાયલ થયા હતા. આ દરમિયાન ઈરાને કહ્યું કે પાકિસ્તાને તેને ગેરંટી આપી છે કે જો ઈઝરાયલ તેહરાન પર પરમાણુ હુમલો કરશે તો તે ઈઝરાયલ પર પરમાણુ હુમલો કરશે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર દાવો કર્યો હતો કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં એક કરાર થશે. ટ્રમ્પે કહ્યું કે જેમ તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાવ્યો, તેવી જ રીતે તેઓ ઇઝરાયલ-ઈરાન યુદ્ધ પણ બંધ કરશે. ઇઝરાયલે રવિવારે જણાવ્યું હતું કે ઇરાની મિસાઇલ હુમલામાં અત્યાર સુધીમાં તેના કુલ 24 નાગરિકો માર્યા ગયા છે. ઇઝરાયલી સેનાના હોમ ફ્રન્ટ કમાન્ડે ઇરાની હુમલામાં મૃત્યુઆંક અપડેટ કરતા કહ્યું કે મોટાભાગના માર્યા ગયેલા લોકો બોમ્બ આશ્રયસ્થાનોમાં નહોતા. ઇરાને અત્યાર સુધીમાં ઇઝરાયલ પર લગભગ 350 મિસાઇલો છોડી છે.
ઇઝરાયલી હુમલામાં 4 ઈરાની ગુપ્તચર અધિકારીઓ માર્યા ગયા
ઇઝરાયલ વાયુસેના (IAF)એ રવિવારે ડ ના રોજ જણાવ્યું હતું કે શનિવારે તેહરાનમાં થયેલા તેના હુમલામાં ચાર ઈરાની ગુપ્તચર અધિકારીઓ માર્યા ગયા હતા. ઈંઅઋ એ જણાવ્યું હતું કે તેણે તેહરાનમાં એક ઇમારત પર હુમલો કર્યો હતો જ્યાં ઈરાની સરકારની ગુપ્તચર એજન્સીઓના ઘણા વરિષ્ઠ અધિકારીઓ રહેતા હતા. આ હુમલામાં ચાર વરિષ્ઠ અધિકારીઓ માર્યા ગયા હતા. આમાં રિવોલ્યુશનરી ગાર્ડ્સના ગુપ્તચર સંગઠનના વડા અને નાયબ વડા, કુદ્સ ફોર્સના ગુપ્તચર વિભાગના વડા અને તેમના નાયબનો સમાવેશ થાય છે.