ઇઝરાયલ અને હમાસની વચ્ચે છેલ્લા એક મહિનાથી સંઘર્ષ ચાલુ છે. જ્યાં સૌથી વધારે દેશો અત્યારે ગાઝા પટ્ટીમાં થઇ રહેલા ઇઝરાયલી હુમલાને રોકવાની માંગણી કરી રહ્યા છે. ત્યારે, કેટલાક મુસ્લિમ સંગઠન અને આતંકી આ યુદ્ધના માધ્યમથી પોતાનું હિત સાધવામાં જોડાયેલા છે. એવામાં એક સંગઠન- સન્સ ઓફ અબુ જંદાલે પેલિસ્ટીનીના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને ઇઝરાયલની સામે સંપૂર્ણ રીતે યુદ્ધનો આદેશ આપવા 24 કલાકનો સમય આપ્યો હતો. આ ધમકી પછી મંગળવારના રોજ એક વીડીયો સામે આવ્યો છે, જેમાં રાષ્ટ્રપતિ અબ્બાસની કથિત રૂપે હત્યા કરવા માટેની કોશિશ કરી હતી એવું દેખાય છે. માનવામાં આવી રહ્યું છે કે, આતંકીઓની માંગણા પૂરી થયા પછી અબ્બાસને નિશાનો બનાવવામાં આવ્યો છે.
સોશ્યલ મીડિયા પર જાહેર થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, એમાં મહમૂદ અબ્બાસની કાર પર ખુલ્લેઆમ ફાયરીંગ કરવામાં આવી રહ્યુ છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય કે, અબ્બાસની સિક્યોરિટીમાં સમામેલ એક બોડિગાર્ડને અચાનક ગોળી વાગે છે અને નીચે પડી જાય છએ. ત્યાર પછી ઘણા બોડિગાર્ડ હુમલાખોરો સાથે લડતા જોવા મળી રહ્યા છે.
- Advertisement -
🚨BREAKING:
Assassination attempt on Palestinian President Mahmoud Abbas! One of his bodyguards was killed#Gaza #CeasefireForGazaNOW#GazaGenocide by #HamasTerrorists #FreePalestineNow #GazaHolocaust #FreePalestineNow#AUSvsAFG #غزة_تزحف_الى_القدس #الهلا #فلسطين_تنتصر#Israel pic.twitter.com/VOhT8SZ61Z
— SPEAKER OF PALESTINE 🏵️ (@Alicecdqai) November 7, 2023
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, મહમૂદ અબ્બાસ પેલિસ્ટીનીની લિબરેશન ઓર્ગાનાઇઝેશનના અધ્યક્ષ છે. આ સંગઠન પોલિસ્ટીનીનો એક ભાગ- વેસ્ટ બેંક ક્ષેત્ર પર શાસન કરે છે. પેલિસ્ટીનીની ઓર્થોરિટી પેલિસ્ટીનીના એક ભાગ-ગાઝા પટ્ટી પર શાસન કરનાર હમાસનું સમર્થન કરતા નથી.
અબુ જંદાલ પેલિસ્ટીનીની સુરક્ષા એજન્સીઓમાં સામેલ લોકોનું સંગઠન છે
રિપોર્ટ અનુસાર, અબ્બાસના કાફિલા પર થયેલા ગોળીબારીમાં એક બોડીગાર્ડને ગોળી વાગી છે. આ હુમલાની જવાબદારી પણ સેન્સ ઓફ અબુ જંદાલે લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ સંગઠન વેસ્ટ બેંકમાં પેલિસ્ટીનીની સુરક્ષા સંસ્થામાંથી નિકળ્યો છે. આ સંગઠન માંગણી કરી હતી કે, રાષ્ટ્રપતિ અબ્બાસ ગાઝા પર હુમલા હેઠળ ઇઝરાયલની સામે 24 કલાકની અંદર યુદ્ધની જાહેરાત કરી દે. સન્સ ઓફ અબુ જંદાલે કહ્યું હતું કે, તેઓ પેલિસ્ટીનીની સુરક્ષા સંસ્થામાં સામેલ કેટલાક લોકોનું સંગઠન છે.