ઈઝરાયેલની વાયુસેનાએ દક્ષિણી વાયુસેનાના 6 શહેરોમાં હવાઈ હુમલા કર્યા, હિઝબુલ્લાના અડ્ડા પર આ હવાઈ હુમલાથી 6 શહેરોમાં અરાજકતા સર્જાઈ
લેબનોનથી વહેલી સવારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઇઝરાયેલે લેબનોન પર મોટો હુમલો કર્યો છે. ઈઝરાયેલની વાયુસેનાએ દક્ષિણી વાયુસેનાના 6 શહેરોમાં હવાઈ હુમલા કર્યા છે. ઈઝરાયેલે હિઝબુલ્લાના અડ્ડા પર આ હુમલા કર્યા છે. હવાઈ હુમલાથી 6 શહેરોમાં અરાજકતા સર્જાઈ છે જેમાં હિઝબુલ્લાહના ઘણા ઠેકાણાઓ નાશ પામ્યા છે.
- Advertisement -
ઇઝરાયેલે લેબનોન પર મોટો હુમલો કર્યો છે. ઈઝરાયેલની વાયુસેનાએ દક્ષિણી વાયુસેનાના 6 શહેરોમાં હવાઈ હુમલા કર્યા છે. ઈઝરાયેલે હિઝબુલ્લાના અડ્ડા પર આ હુમલા કર્યા છે. ગાઝામાં હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે ઈઝરાયેલ અને લેબનોન પણ એકબીજાના દુશ્મન બની ગયા છે. હમાસના સમર્થનમાં લેબનોનનું હિઝબુલ્લા ઇઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે. ઈઝરાયેલ પણ આનો જવાબ આપી રહ્યું છે.
વોકી-ટોકીમાં પણ બલાસ્ટ થયા
લેબનોનમાં બુધવારના રોજ પેજરમાં બ્લાસ્ટ થયા બાદ વોકી-ટોકીમાં પણ બલાસ્ટ થતાં કુલ 32 લોકોના મોત જ્યારે 3250થી વધુ લોકો ઘાયલ થયા છે. પેજર બ્લાસ્ટ બાદ વોકી-ટોકી હુમલામાં 14 લોકોના મોત થયા જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. હિઝબુલ્લાહે આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યો છે.
- Advertisement -
લેબનોનમાં પેજર પછી વોકી-ટોકી, લેપટોપ, ફોન, સોલાર પેનલ સિસ્ટમ, ફિંગર પ્રિન્ટ રીડિંગ મશીન અને રેડિયોમાં સીરીયલ બ્લાસ્ટ થાય છે. મોટાભાગના બ્લાસ્ટ ત્યારે થયા જ્યારે હિઝબુલ્લાહ કમાન્ડરોએ આ ડિવાઈસને તેમના હાથમાં પકડી રાખ્યા હતા. 17 સપ્ટેમ્બરના રોજ લેબનોન અને સીરિયાના ઘણા શહેરોમાં એક સાથે પેજર બ્લાસ્ટ થયા હતા. હિઝબુલ્લાએ આ પેજર હુમલા માટે ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદને જવાબદાર ગણાવી છે.
શું આ હુમલા પાછળ મોસાદ?
લેબનોનમાં હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા પેજર અને વોકી ટોકીઝમાં થયેલા વિસ્ફોટથી બધાને આંચકો લાગ્યો છે. જોકે ઈઝરાયેલે આ હુમલાનો કોઈ જવાબ આપ્યો નથી. જો કે ઘણા અહેવાલોમાં આ હુમલા પાછળ ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ હોવાનું કહેવાય છે. આ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મોસાદે તેના દુશ્મનોથી બદલો લેવા માટે ફરીથી તેની જૂની પદ્ધતિઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. નિષ્ણાતોનો દાવો છે કે, 1970માં ઓલિમ્પિકમાં 11 ઈઝરાયલી ખેલાડીઓની હત્યા બાદ મોસાદે તેના દુશ્મનો પાસેથી આવી જ રીતે બદલો લીધો હતો.