યુએસના પ્રેસિડેન્ટ જો બાયડને રવિવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી, કહ્યું – ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) ગાઝામાં સામાન્ય નાગરિકોને નિશાન ન બનાવે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ફરી એકવાર ઈઝરાયલને મોટો સંદેશ આપ્યો છે. બાયડને કહ્યું છે કે ઇઝરાયલે ગાઝાના નાગરિકોની સુરક્ષા કરવી પડશે. ઈઝરાયલી સેનાએ કહ્યું છે કે તે ગાઝા પટ્ટીમાં પોતાના જમીની હુમલાની સાથે ઝડપી હવાઈ હુમલા કરીને તેના હુમલાને વધારી રહી છે. એ બાદ તાજેતરમાં જ અમેરિકાએ ગાઝાને 100 મિલિયન ડૉલર આપવાની જાહેરાત કરી છે.
- Advertisement -
નોંધનીય છે કે ઑક્ટોબર 7 માં, ઇઝરાયેલ પર હમાસ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો. ત્યારથી બંને પક્ષે યુદ્ધ ચાલી રહ્યું છે. આટલા દિવસોથી ચાલી રહેલ આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ નવ હજાર લોકોના મોત થયા છે.
જો બાયડને નેતન્યાહુ સાથે વાત કરી:
યુએસ પ્રમુખ બાયડને રવિવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી હતી. તેમણે નેતન્યાહુને અપીલ કરી છે કે ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) ગાઝામાં સામાન્ય નાગરિકોને નિશાન ન બનાવે, હમાસના આતંકવાદીઓ અને સામાન્ય નાગરિકો વચ્ચે તફાવત કરે.
આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે હમાસ દ્વારા નિયંત્રિત સરહદમાં ત્રણ અઠવાડિયામાં આઠ હજારથી વધુ લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં અડધા બાળકો હતા. હમાસના આતંકી હુમલા બાદ ઈઝરાયલ દ્વારા હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. બાયડને રવિવારે જ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ-અલ-ફતાહ-અલ-સીસી સાથે ફોન કૉલમાં નાગરિકોની સુરક્ષા માટેના પગલાંની ચર્ચા કરી હતી. બંને નેતાઓએ ગાઝાની સહાયને નોંધપાત્ર રીતે વેગ આપવા અને વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
- Advertisement -
ઇઝરાયલના તીવ્ર હુમલાઓ
બંને નેતાઓ વચ્ચે આ વાતચીત ત્યારે થઈ જ્યારે બાયડને યુદ્ધ વચ્ચે નાગરિક જીવનની સુરક્ષાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જેક સુલિવને કહ્યું, ‘IDF ઇઝરાયલી સરકારને કાયદેસર લશ્કરી લક્ષ્યો ધરાવતા હમાસ આતંકવાદીઓ અને દેખીતી રીતે લક્ષ્ય ન હોય તેવા ગાઝાના નાગરિકો વચ્ચે તફાવત કરવા માટે દરેક સંભવિત પગલાં પૂરા પાડે છે.’
એક અહેવાલ મુજબ, ઇઝરાયેલની સેનાએ એક નિવેદનમાં કહ્યું છે કે તેણે હમાસના સ્થાનોને નિશાન બનાવ્યા છે. અત્યાર સુધીમાં 450 થી વધુ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. તેમાં ઓપરેશનલ કમાન્ડ સેન્ટર, રિવ્યુ પોસ્ટ અને એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચ પોસ્ટનો સમાવેશ થાય છે.
પેલેસ્ટિનિયન મીડિયા અહેવાલો અનુસાર કેટલાક હવાઈ હુમલા ગાઝાના સૌથી મોટા મેડિકલ સેન્ટર શિફા હોસ્પિટલને નિશાન બનાવ્યા હતા. હજારો દર્દીઓ અથવા ઇઝરાયલના બોમ્બ ધડાકાથી આશ્રય લેતા લોકો અહીં હાજર હતા. ઈઝરાયલના નેતાઓ અને સેનાના વરિષ્ઠ કમાન્ડરોએ કહ્યું છે કે ઈઝરાયલ હવે ગાઝા પટ્ટીમાં મોટા પાયે ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી કરી રહ્યું છે. પેલેસ્ટિનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 7703 લોકોના મોત થયા છે.