ઇઝરાયલી રક્ષામંત્રીએ કહ્યું- અમે ગાઝામાં નરકના દરવાજા ખોલીશું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઇઝરાયલે ગાઝામાં ફરી હુમલા શરૂ કર્યા છે. ઇઝરાયલ સંરક્ષણ દળોના જણાવ્યા અનુસાર, વાયુસેનાએ ગાઝામાં હમાસનાં ઠેકાણાં પર હવાઈહુમલો કર્યો છે. અલ જઝીરાના મતે, આ હુમલાઓમાં અત્યારસુધીમાં 300થી વધુ લોકો માર્યા ગયા છે, સેંકડો ઘાયલ થયા છે. 19 જાન્યુઆરીએ ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ શરૂ થયા પછી ગાઝામાં ઇઝરાયલનો આ સૌથી મોટો હુમલો છે. ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે તેઓ હુમલાની યોજના બનાવી રહેલા આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યા હતા.
- Advertisement -
ઇઝરાયલે છેલ્લાં બે અઠવાડિયાંથી ગાઝામાં ખોરાક, દવા, બળતણ અને અન્ય પુરવઠાના પ્રવાહને અવરોધિત કર્યો છે અને હમાસને યુદ્ધવિરામ કરારમાં ફેરફારો સ્વીકારવાની માગ કરી છે.
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેમણે હુમલાઓનો આદેશ આપ્યો કારણ કે યુદ્ધવિરામ વાટાઘાટો આગળ વધી રહી ન હતી. નેતન્યાહૂએ ઘણી વખત ફરીથી યુદ્ધ શરૂ કરવાની ધમકી આપી છે. તે જ સમયે ઇઝરાયલના રક્ષા મંત્રી ઇઝરાયલ કાત્ઝે ચેતવણી આપી છે કે જો બંધકોને મુક્ત કરવામાં નહીં આવે તો ગાઝામાં નરકના દરવાજા ખોલવામાં આવશે.
હમાસે ઇઝરાયલી હવાઈ હુમલાઓને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. હમાસે ધમકી આપી છે કે આ પગલાથી તેની કસ્ટડીમાં રહેલા ઇઝરાયલી બંધકોના જીવ જોખમમાં મુકાશે. હમાસે કહ્યું કે ઇઝરાયલે કોઈપણ ઉશ્ર્કેરણી વિના હુમલા કર્યા હતા.
હમાસે ઇઝરાયલી હવાઈ હુમલાઓને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. હમાસે ધમકી આપી છે કે ઇઝરાયલના આ પગલાને કારણે તેના બંધકો જોખમમાં છે અને આ માટે ઇઝરાયલી સરકારને જવાબદાર ઠેરવી છે. હમાસે કહ્યું કે ઇઝરાયલે કોઈપણ ઉશ્કેરણી વિના હુમલાઓ કર્યા હતા. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેમણે આ હુમલા એટલા માટે કર્યા કારણ કે યુદ્ધવિરામ વાટાઘાટો આગળ વધી રહી ન હતી. નેતન્યાહૂએ ઘણી વખત ફરીથી યુદ્ધ શરૂ કરવાની ધમકી આપી છે.