સિરીયામાં છેલ્લા એક વર્ષમાં સૌથી ઘાતક હુમલો થયા બાદ 53 લોકોના દુઃખદ મોત થયા હોવાનું સામે આવ્યું
ભૂકંપના આંચકાઓ બાદ હવે સીરિયામાં આતંકવાદી હુમલાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ સિરીયામાં છેલ્લા એક વર્ષમાં સૌથી ઘાતક હુમલો થયા બાદ 53 લોકોના દુઃખદ મોત થયા હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ હુમલો ઈસ્લામિક સ્ટેટ દ્વારા કરવામાં આવ્યો હોવાનું પણ ખૂલ્યું છે. સિરીયામાં થયેલા હુમલામાં ડઝનબંધ લોકો ઘાયલ થયા છે.
- Advertisement -
સીરિયાના અલ-સોખાના શહેરમાં શુક્રવારે થયેલા વિસ્ફોટમાં 53 લોકોના મોત થયા છે. આ હુમલાને એક વર્ષમાં થયેલા હુમલાઓમાં સૌથી મોટો આતંકવાદી હુમલો માનવામાં આવે છે. હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું કે, હુમલામાં 46 નાગરિકો અને સાત સેનાના જવાનો માર્યા ગયા. આ તરફ હવે હુમલા બાદ મૃતકોના મૃતદેહ લાવવામાં આવી રહ્યા છે.
ચાર યુએસ સૈન્ય કર્મચારીઓ ઘાયલ
મીડિયા અહેવાલો અનુસાર યુએસ સેન્ટ્રલ કમાન્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, હુમલામાં ચાર યુએસ સૈન્ય કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ સાથે ઇસ્લામિક સ્ટેટના એક નેતાનું મોત થયું હતું. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ISISનો હમઝા અલ-હોમસી માર્યો ગયો છે અને અમેરિકી સૈન્ય કર્મચારીઓની ઇરાકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
એક વર્ષનો સૌથી મોટો હુમલો
સિરીયામાં છેલ્લા એક વર્ષમાં થયેલ હુમલામાં આ સૌથી મોટો હુમલો હોવાનું માનવામાં આવે છે;.; છેલ્લા એક વર્ષમાં આતંકી સંગઠન દ્વારા કરવામાં આવેલા નિશાનોમાં મહિલાઓ અને બાળકો સહિત ડઝનેક લોકો માર્યા ગયા છે. સીરિયાના સેન્ટ્રલ, નોર્થ ઈસ્ટર્ન અને ઈસ્ટર્ન વિસ્તારમાં છેલ્લા વર્ષમાં અનેક આતંકી હુમલા કરવામાં આવ્યા છે. ગયા શુક્રવારે આવા જ હુમલામાં 16 લોકો માર્યા ગયા હતા.