જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મહિલાની મારામારીનો વિડીયો વાઇરલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
જૂનાગઢ ખામધ્રોળ રોડ પર રહેતા અને રાષ્ટ્રીય કરણી સેનાના જૂનાગઢ જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા મનીષાબા રાજેન્દ્રસિંહ સોલંકીને વોટ્સએપ પર મેંદરડાનો હમિદ નામનો શખ્સ ભગાડી ગયાનો મેસેજ આવ્યો હતો તેમાં આપેલ આગેવાનના નંબર પર સંપર્ક કરતા મહિલાના પતિનો સંપર્ક કર્યો હતો.આ દરમિયાન મહિલા મેંદરડા બ્રહ્મસમાજના આગેવાનનો હસ્તક હોવાની અને તેના પતિ સાથે જવા તૈયાર થઇ હતી આ સમયે હમિદનો સંપર્ક કરતા તે જૂનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે હોવાનું જાણવા મળ્યું હતું.
જયારે મનીષાબા અને કરણીસેનાના કાર્યકર કાજલબા જાડેજા સિવિલ હોસ્પિટલ હમિદને સમજાવવા જતા ત્યાં હમિદની પત્ની મુમતાજ મળી હતી તેણે આ બંને મહિલાઓને તમે હમિદને સમજાવવા જશો તો હું આત્મહત્યા કરી લઈશ તેવી વાત કરી હતી કાજલ બેને તેને હમિદ અને અમદાવાદની મહિલા સેજલબેન પરણિત છે.જો આવું પગલું ભરશે તો બંનેના પરિવાર વિખાઈ જશે તેમ સમજાવતા મુમતાજ ઉશ્કેરાઈ ગઈ હતી અને ગાળો આપીને બંને મહિલા સાથે મારામારી કરવા લાગેલ આ દરમિયાન અન્ય લોકોએ મહિલાઓને બચાવી હતી.બાદમાં મુમતાજે આજે તો બચી ગયા છો ફરીથી મળશો તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી આ અંગે જાણ થતા એ.ડિવિઝન પોલીસ હોસ્પિટલ પોહચી ગઈ હતી અને બંને મહિલાઓને સામાન્ય ઇજા થઇ હતી આ અંગે મનીષાબા સોલંકીએ મેંદરડાની મુમતાજ હમિદ શાહમદાર સામે ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.