દરોડા બાદ ફરીથી શરૂ થયેલો નકલી ઘીનો કારોબાર તંત્રના ધ્યાને છતાં મૌન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
સુરેન્દ્રનગર જિલ્લામાં જે પ્રકારે ડિસ્કો તેલનું ધૂમ વેચાણ અને બનાવટ થઈ રહી છે તે પ્રકારે હવે નકલી ઘીની બનાવતા પણ સામે આવી છે થાનગઢ ચોટીલા રોડ પર સિરામિક ઉધોગનું આડમાં બનાવવામાં આવતા નકલી ઘીના કારોબાર પર આગાઉ જિલ્લા પુરવઠા વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગે દરોડો કરી લુઝ ઘી, બટર સહિત અનેક શંકાસ્પદ ચીજ વસ્તુઓ સીઝ કરી લીધી હતી. જે બાદ મામલો થાળે પડતા ફરીથી શ્રવણ મહિનાની શરૂૂઆત સાથે જ નકલી ઘી બનાવવાનું પણ શરૂૂ કરવામાં આવ્યું હતું. મોટાભાગે ઘીનો ઉપયોગ શ્રવણ માસ જેવા પવિત્ર મહિનામાં ભગવાનની પૂજા અર્ચના માટે કરવામાં આવે છે આ પ્રકારે ભક્તિભાવ કરતા લોકો ઘીનો ઉપયોગ કરતા હોય છે ત્યારે નકલી ઘી બનાવતી આ ફેક્ટરીમાં નકલી ઘીની વધુ માંગ હોવાથી દરોડા બાદ પણ ફરીથી ઘીનો કારોબાર શરૂૂ કરવામાં આવ્યો હતો સાથે જ મોટાભાગે ઘી ખાધ પદાર્થની ચીજ હોવાથી લોકો પોતાના બાળકો અને પરિવારના સભ્યો માટે કોઈપણ ખાધ સામગ્રી બનાવવા માટે ઉપયોગ કરતા હોય છે ત્યારે કેમિકલ યુક્ત નકલી ઘી બનાવી વેપારીઓને અસલી ઘીના નામથી પધરાવતા આ તત્વો સામે એક વખત કાર્યવાહી છતાં પણ ફરીથી તે સ્થળ પર નકલી ઘી બનાવવાનું શરૂ રાખતા તંત્રની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ આવે છે.
નકલી ઘી બનાવવા માટે જ્યાં દરોડા થયા તે સ્થળ પર જ ફરીથી ડંકળીનો ધંધો શરૂૂ કરતા મનમાં એવો પણ સવાલ ઉદ્ભવ થાય કે શું નકલી ઘી બનાવનારને તંત્રનો દર નહીં હોય જે પછી તંત્રે જ નકલી ઘી બનાવવા માટે પીળી પરમિશન આપી હશે ? ત્યારે હાલ આ પ્રકારના નકલી ઘીના વેચાણ માટે વધુ નફો કમાવવાની લાલચમાં લોકોબે હની પહોચાડતા ઘીનું વેચાણ થતું હોવાની તંત્રને પણ જાણ હોવા છતાં અજાણ બનતા હોવાનું નાટક થતું હોય તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે.



