અધિકારી બાટી અન્ય પરિણીત મહિલા સાથે શારીરિક સંબંધ ધરાવતા હોવાના ગંભીર આક્ષેપો, સીએમ ભૂપેન્દ્ર પટેલ સુધી કરાઈ ફરિયાદ, પતિની ન્યાય માટે ગુહાર
પીડિત દિવ્યાંગ કમલેશ પરમારે ‘ખાસ-ખબર’ને જણાવી આપવિતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળના અધિક કલેક્ટર કે.વી.બાટી અન્ય કોઈની પત્ની સાથે શારીરિક સંબંધ ધરાવતા હોવાનો આક્ષેપ કરતો ગંભીર મામલો સામે આવ્યો છે. પીડિત વિકલાંગ કમલેશભાઈ મનુભાઈ પરમારે ખાસ ખબરની મુલાકાત કરી સમગ્ર હકીકત અને આપવીતી વર્ણવી છે. કમલેશભાઈ પરમારના જણાવ્યા અનુસાર તેમની પત્ની (ઇલાબેન)ને અધિકારી કે.વી.બાટી સાથે શારીરિક સંબંધો છે. જેની તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુધી ફરિયાદ કરી છે અને ન્યાયની ગુહાર લગાવી છે. કમલેશભાઈના 2 નાના બાળકો પણ છે, જે હાલમાં કમલેશભાઈ સાથે જ રહે છે. બાળકોને ન્યાય મળે અને પોક્સો હેઠળ ફરિયાદ દાખલ અને ઉચિત કાર્યવાહી થાય તેવી ખાસ માંગ પીડિત દ્વારા કરવામાં આવી છે.
પોતાની હવસખોર માનસિકતાને લઈને બાટીએ મારી પત્ની સાથે આડા સંબંધ બાંધ્યા હતા, મારા બાળકોએ તેમને શારીરિક સંબંધો બાંધતા પણ જોયા છે તેમજ કે.વી. બાટી તેમના ઘરે મારી પત્નીને અનેક બાહનાં (વૉકિંગ, કપડાં ધોવા) હેઠળ મોડી રાત્રી સુધી રાખતો હતો : કમલેશ પરમારના ગંભીર આક્ષેપ
‘હું ઉપવાસ આંદોલન કરી ન્યાય માટે અંત સુધી લડીશ’
– વિકલાંગ કમલેશભાઈ મનુભાઈ પરમાર
વિકલાંગ કમલેશભાઈ મનુભાઈ પરમાર (પીડિત)ના જણાવ્યા મુજબની સમગ્ર ઘટના (માહિતી) આ મુજબ છે. તેઓ પોતે જૂનાગઢના વતની છે. થોડા સમય પહેલા તેઓ બીમાર પડતા તા.3/7/2024ના રોજ તેમની પત્ની તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરે છે. 3/4 દિવસ સારવાર બાદ તેઓ સ્વસ્થ થાય છે અને હોસ્પિટલમાંથી રજા મેળવી પોતાના ઘેર જતા રહે છે. પરંતુ ત્યારબાદથી આર્થિક જરૂરિયાત હોવાથી તેમના પત્ની જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળના અધિક કલેક્ટર કે.વી.બાટીના ઘરે કચરા-પોતા (ઘરકામ) કરવા જતા હતા. આ સમયે અધિકારી બાટી ઘરનો દરવાજો બંધ કરી કામ કરવાનું કહેતા અને તેમનો ઈરાદો પણ સારો હતો નહીં. પોતાની હવસખોર માનસિકતાને લઈને બાટીએ મારી પત્ની સાથે આડા સંબંધ બાંધ્યા હતા. મારા બાળકોએ તેમને શારીરિક સંબંધો બાંધતા પણ જોયા છે. તેમજ બાટી તેમના ઘરે મારી પત્નીને અનેક બાહના (વોલકિંગ, કપડાં ધોવા) હેઠળ મોડી રાત્રી સુધી રાખતો હતો.
બાદમાં મારા બાળકોએ બાટી અને મારા પત્નીના શારીરિક સંબંધોની જાણ મને કરતા, મેં મારી પત્નીને આ બાબતે પૂછ્યું હતું. જેને લઈને અમારી વચ્ચે ઝગડાઓ શરુ થયા હતા. પત્નીએ બાળકોને માર પણ માર્યો હતો, કે આવી વાત પપ્પાને શા માટે કરી. ત્યારબાદ મે આ બાબતે કે.વી.બાટીની ઓફિસમાં જઈને તેઓને પણ પૂછ્યું. ત્યારે બાટીએ કહ્યું કે; તમે મારી દ્રૌપદી જેવી બહેન પર શંકા કરો નહીં. આ સિવાય તા.9/12/2024ના રોજ બાટી, મારી પત્ની સાથે રાતવાસો કરવા ક્લાર્ક કર્મચારી ઉમાબહેનના ઘરે પણ લઇ ગયા હતા. બાદમાં ત્રણ દિવસ તા. 10 થી 12 સુધી બાટીએ મારી પત્ની અને બાળકોને તેમના (બાટી સાહેબના) ઘરે રોકી રાખ્યા હતા. ત્યારબાદ અમારા વચ્ચે સમાધાનના ભાગરૂપે અધિકારી બાટી તા.13/12/2025ના રોજ મારી ઘરે રાત્રે રોકાયા હતા.આ સમયે તેઓ ઉચ્ચ અધિકારી હોવાથી ડરના લીધે મે પણ તેમને કઈ કહ્યું નહીં.
મોબાઈલમાં શારીરિક સંબંધના વિડીયો પુરાવા હતા
બાદમાં તા.14/12/2024ના રોજ બપોરે 12 વાગ્યે મારા ઘરે કે.વી.બાટી, ડ્રાઇવર પિન્ટુ, એન્જીનીયર મીત મહેતાએ મને ઢોર માર માર્યો હતો. આ સમયે મારી નાની દીકરી જોઈ જતા તેમણે બુમાબુમ કરતા તેણીને રસોડામાં પુરી દીધી હતી અને માર પણ માર્યો હતો. તેમજ મિત મહેતાએ મને બે પગ વચ્ચે પાટુ મારી પાસેથી બિલ સહિતનો મોબાઈલ ફોન પણ લઇ લીધો હતો. આ મોબાઈલમાં પુરાવારૂપે મારી પત્ની અને કે.વી.બાટી વચ્ચેના શારીરિક સંબંધોના વિડીયો પણ હતા.

કે.વી.બાટી મારા સસરાના ઘરે લગ્નમાં હાજર : કમલેશ પરમાર
મારા સસરાના ઘરે મારી સાળીનો લગ્ન પ્રસંગ હોવાથી કે.વી.બાટી મારી પત્નીને લઈને તા.31/11/2024ના રોજ મારા સસરાને ઘેર મુકવા પણ જાય છે. તેમજ તા.3 અને 4 ડિસેમ્બરમાં લગ્ન પ્રસંગે બાટી ત્યાં હાજરી પણ આપે છે. આ સમયે બાટી અને મારી પત્નીએ કપડાં મેચિંગ પણ કર્યા હતા. આ સમગ્ર ઘટના મારા બાળકોએ જોઈ છે. આ સિવાય મારી પત્ની જૂનાગઢ કે.વી.બાટી સાથે રહે છે. જયારે કે.વી.બાટીની પત્ની અને બાળકો રાજકોટ ખાતે રહે છે.

ન્યાય માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અરજી
તેમજ બાદમાં મે આ બાબતે ન્યાય માટે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, જૂનાગઢ કલેક્ટર, મ્યુ. કમિશનર, એસપી, સી ડિવિઝન સહીતના સ્થળોએ અરજી પણ કરી છે અને ફરિયાદ પણ નોંધાવા કોસીસ કરી છે. જેમાં પીએસઆઇ હેમંત ચૌહાણ દ્વારા યોગ્ય નિવેદન લેવામાં આવ્યું નથી. મારી સામે દબાણ ઉભું કરી નિવેદન લેવાયું છે જેન એકદમ અયોગ્ય છે. હું બીજીવાર નિવેદન આપીશ. ધાકધમકી અને ડરના લીધે તા.15/2/2025થી હું મારા માતાના ઘરે કોડીનાર ખાતે રહેવા જતો રહ્યો છું. મારા બાળકોનો અભ્યાસ પણ મુકાઈ ગયો છે. મારે 2 બાળકો (1 દીકરો – 1 દીકરી) છે. મને અને મારા બાળકોને ન્યાય મળે, પોક્સો હેઠળ ગુનો નોંધાય અને પોલીસ મારી ફરિયાદ લઇ યોગ્ય કાર્યવાહી કરે તેવી મારી માંગ છે. જો આવું નહિ થાય તો આવનારા સમયમાં હું ઉપવાસ આંદોલન પણ કરીશ, મારો સમાજ પણ મારી સાથે છે અને ન્યાય માટે અંત સુધી લડીશ.