હાલમાં એવા સમાચાર વાયરલ થઇ રહ્યાં છે કે સુંદર અભિનેત્રી મલાઈકા અરોરા પ્રેગ્નેન્ટ છે. અર્જુન અને મલાઈકા પોતાના પહેલા બેબીની અપેક્ષા રાખી રહ્યાં છે. વાયરલ રિપોર્ટસ પર હવે અર્જુન કપૂરે પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું કે આખરે હકીકત શુ છે.

મલાઈકાએ તેના સંબંધીઓને પ્રેગ્નેન્સીના સમાચાર શેર કર્યા હતા?

ખરેખર, એવા સમાચાર વાયરલ થઇ રહ્યાં છે કે સુંદર અભિનેત્રી મલાઈકા અરોરા પ્રેગ્નેન્ટ છે. અર્જુન અને મલાઈકા પોતાના પહેલા બેબીની અપેક્ષા રાખી રહ્યાં છે. વાયરલ રિપોર્ટસમાં એવુ પણ જણાવવામાં આવ્યું કે ઓક્ટોબરમાં જ્યારે અર્જુન અને મલાઈકા લંડન ગયા હતા ત્યારે મલાઈકાએ તેના સંબંધીઓની સાથે પ્રેગ્નેન્સીના સમાચાર શેર કર્યા હતા.

અર્જુન કપૂરે અફવા ફેલાવનારા તત્વોને લગાવી ફટકાર

અર્જુન કપૂરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને એવી અફવા ફેલાવનારા તત્વોને ફટકાર પણ લગાવી છે. અર્જુને તેની પોસ્ટમાં લખ્યું છે, આ અત્યાર સુધીની સૌથી નિમ્ન કક્ષાની વાત છે અને તમે તેને ખૂબ કેજ્યુઅલી કર્યુ છે. આવા બેકાર સમાચારને લખવા વધુ ઈન્સેન્સિટિવ અને સંપૂર્ણ રીતે અનએથિકલ છે. આવા સમાચાર સતત લખાઈ રહ્યાં છે. અમે આવા સમાચારને ઘણી વખત ઈગ્નોર કરી દઈએ છીએ. પરંતુ પછી આ મીડિયામાં ફેલાઈ જાય છે અને હકીકત બની જાય છે. જે સાચુ નથી. અમારા અંગત જીવન સાથે રમવાની હિંમત ના કરશો.

પ્રેગ્નેન્સીના સમાચારમાં કોઈ તથ્ય નથી

અર્જુન કપૂરે પોતાની પોસ્ટ પરથી એટલુ તો સ્પષ્ટ કરી દીધુ છે કે મલાઈકા અરોરાના પ્રેગ્નેન્સીના સમાચારમાં કોઈ તથ્ય નથી. અર્જુને લોકોને અપીલ પણ કરી છે કે તેઓ આવા બેકાર સમાચાર ના ફેલાવે.