જૂનાગઢમાં ખેડૂતો અને વન વિભાગમાં અધિકારીઓ ગેરહાજર રહ્યાં
વન્ય પ્રાણી માટે જંગલમાં અવેડા બનાવો : દિવસે લાઇટ આપો
- Advertisement -
ખાસ ખબરસંવાદદાતા
ભારતિય કિસાન સંઘની વન વિભાગના અધિકારી સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠક ખેડૂતનો પડતર પ્રશ્ર્નોનાં ઉકેલ અને દરખાસ્ત અંગે યોજાઇ હતી. જેમાં કેટલાક અધિકારીઓની ગેરહાજરીના કારણે પ્રશ્નોનો ઉકેલ ન આવતો હોવાનું જણાયું છે. આ અંગે ભારતિય કિસાન સંઘના ગુજરાત પ્રદેશ પ્રવક્તા મનસુખભાઇ પટોળીયાએ જણાવ્યું હતું કે, વન વિભાગના અધિકારી સાથે બેઠક યોજાઇ હતી જેમાં ગિર સોમનાથ જિલ્લાના ખેડૂતોને વિજ કનેકશન, રસ્તા, સિંચાઇના પ્રશ્નોને વન વિભાગે મંજૂર કર્યા હતા.
જ્યારે જૂનાગઢ જિલ્લાના આરએન્ડ બીના અધિકારી,વિસાવદર અને મેંદરડાના મામલતદાર હાજર ન હોય અનેક પ્રશ્નો ઉકેલાયા ન હતા.દરમિયાન ખાસ કરીને જંગલમાં પાણી ન મળતા વન્યપ્રાણીઓ પાણી માટે વાડી વિસ્તારમાં આવી ચડે છે. પરિણામે ખેડૂતો, પશુ પર હુમલા થાય છે અને પાકને પણ નુકસાન થાય છે. ત્યારે વન વિસ્તારમાં પાણીના નવા અવેડા બનાવી ભરવાની તેમજ ખેડૂતોને દિવસે વિજળી આપવાની માંગ છે. આ તકે ભરતભાઇ સોજીત્રા, પ્રવિણભાઇ છોડવડીયા તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતી રહી હતી.