રેન્જ IG અશોકકુમાર યાદવ, જિલ્લા SP નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ 4 DYSP, 10 PI 50 PSI, 1200 પોલીસ કર્મી, 1500 GRD-હોમગાર્ડ, પેરા મિલિટરી ફોર્સની 5 ટુકડી ખડેપગે રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
- Advertisement -
આવતીકાલે લોકશાહીનું મહાપર્વ એટલે કે, ચૂંટણી છે. જેને લઈ રાજકોટમાં પ્રચાર તેની અંતિમસીમાએ છે તો સાથે પોલીસ પર સુરક્ષા વ્યવસ્થાને લઈ તેમની અંતિમ તૈયારીઓ કરી ચૂક્યું છે. મતદાન બુથો પર લોકસભાની ચૂંટણીના મતદાન માટે અભેદ્ય સુરક્ષાકવચ સાથે પોલીસ તૈનાત રહેશે. રાજકોટ જિલ્લા- ગ્રામ્યમાં એસપી, એએસપી, એમ બે આઇપીએસ, 4 ડીવાયએસપી, 10 પીઆઈ, 50 પીએસઆઇ, પેરા મિલેટ્રી ફોર્સની 5 ટુકડી સહિત અંદાજે 3000 જવાનો ખડેપગે રહેશે. રાજકોટ ગ્રામ્ય પોલીસને રાજકોટ લોકસભા બેઠક અને પોરબંદર લોકસભા બેઠક બંનેમાં ફરજ બજાવવી પડશે. જિલ્લાની ગોંડલ, જેતપુર અને ધોરાજી એમ ત્રણ વિધાનસભા સીટનો પોરબંદરમાં સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લાની હદમાં રાજકોટ લોકસભા અને પોરબંદર લોકસભા એમ બંને લોકસભા સીટો સામેલ છે.
10 – રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો, આ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે જેમાં 66-ટંકારા, 67-વાંકાનેર, 68-રાજકોટ પૂર્વ, 69-રાજકોટ પશ્ચિમ, 70-રાજકોટ દક્ષિણ, 71-રાજકોટ ગ્રામ્ય, 72-જસદણ. જ્યારે જિલ્લામાં આવતા 73-ગોંડલ, 74-જેતપુર અને 75-ધોરાજી વિધાનસભા વિસ્તાર 11-પોરબંદર લોકસભા બેઠક હેઠળ આવે છે.
રાજકોટ ગ્રામ્યપોલીસના બંદોબસ્તની વાત કરીએ તો, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટ જિલ્લા એસપી અને નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ બે આઇપીએસ, 4 ડીવાયએસપી, 10 પીઆઈ, 50 પીએસઆઇ, એએસઆઈ – હેડ કોન્સ્ટેબલ – કોન્સ્ટેબલ મળી 1200 પોલીસ જવાન અને હોમગાર્ડ-જીઆરડીના આશરે 1500 જવાન તેમજ સીએપીએફ પેરા મિલેટ્રી ફોર્સની 5 ટુકડીઓ ખડેપગે રહેશે.
ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થાની કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી એચ.એસ. રત્નુ, કે.જી.ઝાલા, આર.એ.ડોડીયા, એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઇ ડી.જી. બડવા, પીએસઆઇ એચ. સી. ગોહિલ, એસઓજી પીઆઈ એફ.એ. પારગી, પીએસઆઇ બી.સી. મિયાત્રા, જુદા જુદા પોલીસ મથક અને સર્કલ પીઆઈ સર્વે ટી.બી. જાની, એલ.આર.ગોહિલ, એ. એમ. હેરમા, એસ.સી.ડામોર, જે.પી.ગોસાઇ, બી.એલ.રોહિત, એચ.એન.રાઠોડ, પીએસઆઇ સર્વે એસ.જે.રાણા, એમ.એચ.યાદવ, કે.એ.ગોહિલ, વી.બી.વસાવા, પી.એચ.જાડેજા, એચ.એચ.વાજા, વાય.બી.સરવૈયા, જે.એમ.ઝાલા, ડી.પી.ઝાલા, બી.ડી.પરમાર, કે.વી.પરમાર, આઇ.ડી. જાડેજા, આર.એચ. સાકંળીયા, જી.જે.ઝાલા, આર.કે. ગોહિલ, જે.એસ સીસોદીયા, કે.એસ.ગરચર, ડી.એચ.રાખોલીયા, આર.વી.ભીમાણી, કે.એમ.ચાવડા, વી.એમ.ડોડીયા, એમ.જે પરમાર વગેરે જોડાશે. રાજકોટ લોકસભા વિસ્તારમાં કુલ 2236 મતદાન બુથો છે. જેમાંથી 1032 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. આ લોકસભા બેઠકમાં કુલ 21,12,273 મતદારો છે. જેમાં 10,93,626 પુરૂષ મતદારો, 10,18,611 મહિલા મતદારો અને 36 ટ્રાન્સ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે.
- Advertisement -
રાજકોટ ગ્રામ્ય પોલીસને રાજકોટ લોકસભા બેઠક અને પોરબંદર લોકસભા બેઠક બંનેમાં ફરજ બજાવવી પડશે: જિલ્લાની ગોંડલ, જેતપુર અને ધોરાજી એમ ત્રણ વિધાનસભા સીટનો પોરબંદરમાં સમાવેશ થાય છે