ફાયરીંગ કર્યા બાદ પાંચ શખ્સોએ ધોકા – પાઇપ વડે ઢોર માર માર્યાનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
ચોટીલાના ખેરડી ગામે ખેરડી ગામે ગાળો બોલવા મુદ્દે ઠપકો આપ્યાનો ખાર રાખી આરોપી જયરાજ ધાંધલ સહિત પાંચ શખ્સોએ ફાયરીંગ કરતા બે મહિલા સહિત ત્રણને ઇજા થતાં રાજકોટ સિવિલમાં દાખલ કરાયા છે. ચોટીલા પોલીસે મારમારી – ફાયરીંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી એક આરોપીને સકંજામાં લઈ ચોટીલા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -
ચોટીલાના ખેરડી ગામે રહેતા કરીયાણાની દુકાન ધરાવતા રામજી નકાભાઈ સાંકળિયાને બપોરના સમયે દુકાન પાસે ગાળો બોલવા મુદ્દે જયરાજ ધાંધલ સાથે માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર રાખી રાત્રીના સમયે બે કારમાં ધસી આવેલા જયરાજ ધાંધલ સહિત પાંચ અજાણ્યા શખ્સોએ ધોકા પાઇપ તથા ફાયરીગ કરી પતરાનો ડેલો તોડી નાંખ્યો હતો.
ફાયરીંગના બનાવ અંગે ચોટીલાના ખેરડી ગામે રહેતા અશોક રામજી સાંકળિયાની ફરિયાદ ચોટીલા પોલીસે આરોપી જયરાજ વલકું ધાધલ સહિત પાંચ અજાણ્યા શખ્સો સામે કારમાં આવી ધોકા પાઇપ વડે હુમલો કર્યા બાદ ફાયરીગ કરી બે મહિલા સહિત ત્રણેને ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી છે.
આ ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. જેમાં બે મહિલા અને એક પુરુષ ગંભીર રીતે ઘવાતા એમને લોહિલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે ચોટીલા સરકારી હોસ્પિટલે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં ફાયરીંગમાં ઇજાગ્રસ્ત બનેલી બંને મહિલા કરીયાણાનીના વેપારી રામજીભાઇ કોળીની પુત્રવધૂ છે. જેમાં જગુબેન અશોકભાઇ (ઉંમર 25 વર્ષ) ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. આ ફાયરીંગની ઘટનામાં ભારતીબેન પ્રવીણભાઈ અને રામજીભાઈ નસાભાઈ પણ ગંભીર રીતે ઘવાયા હતા. જ્યારે ફાયરીંગ કરનારામાં જયરાજ વલકુભાઈ ધાંધલ સહિત 10 લોકોના નામો ખુલવા પામ્યાં છે. હાલ ચોટીલા પોલીસે ફાયરિંગનો ગુનો નોંધી નાસી છુટેલા આરોપીઓને ઝબ્બે કરવાની સાથે રાજકોટ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોના નિવેદનો લઇ તપાસ હાથ ધરી છે.


