ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનમાં તાજેતરમાં એવી વાત ફેલાવવામાં આવી હતી કે, ઈરાક પાકિસ્તાન પાસેથી 12 જેએફ-17 થન્ડર બ્લોક 3 પ્રકારના ફાઈટર જેટ્સ ખરીદવાનુ છે. આ માટે પાકિસ્તાન 66 કરોડ ડોલર ચાર્જ કરવાનુ છે.
જોકે આ ખબર પણ જુઠ્ઠાણુ સાબિત થઈ છે. ઈરાકી વાયુસેનાએ પાકિસ્તાનની પોલ ખોલી નાંખીને કહ્યુ છે કે, જેએફ-17 થન્ડર વિમાનોની ખરીદીમાં પાકિસ્તાને સામેલ કરવામાં નહીં આવે. આ પ્રકારના વિમાનો ખરીદવા માટે કોઈ યોજના, વાતચીત કે ચર્ચા અને કોઈ સોદો થયો નથી. એક મીડિયા રિપોર્ટમાં કહેવાયુ છે કે, જે ખબર પાકિસ્તાનમાં વાયરલ થઈ છે તે તો ગયા વર્ષની છે અને તે તત્કાલિન સંરક્ષણ મંત્રી જુમા ઈનાદના કાર્યકાળમાં ચર્ચામાં આવી હતી. આ રિપોર્ટમાં ઈરાકી વાયુસેનાના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે, જેએફ-17 થન્ડર વિમાનોની ખરીદીમાં પાકિસ્તાનને સામેલ કરાયુ નથી અને કરાશે પણ નહીં.