સુરંગોમાં મિસાઇલો અને ઘાતક શસ્ત્રો: ટ્રમ્પે પરમાણુ કાર્યક્રમ સમાપ્ત કરવાની ચેતવણી આપી હતી
ખાસ-ખબર ન્યૂઝ ઈરાન, તા.27
ઈરાને તેના ભૂગર્ભ મિસાઈલ શહેરનો એક વીડિયો જાહેર કર્યો છે. આ 85 સેક્ધડના વીડિયોમાં ટનલની અંદર મિસાઇલો અને આધુનિક શસ્ત્રો દેખાય છે. આ વીડિયો એવા સમયે રિલીઝ કરવામાં આવ્યો છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવાની ચેતવણી આપવાની સમયમર્યાદા નજીક આવી રહી છે.
આ વીડિયો ઈરાનના સરકારી મીડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આમાં ટોચના લશ્ર્કરી કમાન્ડર મેજર જનરલ મો. હુસૈન બાઘેરી અને ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એરોસ્પેસ ફોર્સના ચીફ અમીર અલી હાજીઝાદેહનો સમાવેશ થાય છે.
- Advertisement -
બંને અધિકારીઓ લશ્ર્કરી વાહનમાં સુરંગોની અંદર મુસાફરી કરી. અંદર ઈરાનની આધુનિક મિસાઇલો અને અદ્યતન શસ્ત્રો છે. ઈરાનની સૌથી ખતરનાક ખૈબર શકેન, કાદર-એચ, સેજિલ અને પાવેહ લેન્ડ એટેક ક્રુઝ મિસાઈલો પણ છે. આ શસ્ત્રોનો ઉપયોગ ઇઝરાયલ પર તાજેતરના હુમલામાં કરવામાં આવ્યો હતો.
આ શસ્ત્રો ખુલ્લામાં અને લાંબી ટનલ અને ગુફાઓમાં છે. તેમાં કોઈ બ્લાસ્ટ ડોર કે અલગ દિવાલ નથી. આવી સ્થિતિમાં, આ ટનલ પર હુમલો થાય તો ખતરનાક વિસ્ફોટ થવાની શક્યતા રહે છે.