જહાજને ભારે નુકસાન, અમેરિકા તરફ પાછું ફર્યું: ઇરાકમાં ઞજ મિલિટરી પ્લેન ક્રેશ
ઈરાની નેવીએ કહ્યું-હોર્મુઝમાંથી પસાર થતા જહાજો અમારી સાથે વાત કરે: અહીંથી રોજ 130 જહાજ પસાર થાય છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 14મો દિવસ છે. યુદ્ધના કારણે જહાજો હોર્મુઝ રૂટ પરથી પસાર થઈ શકતા નથી. હવે ઈરાને કહ્યું છે કે આ રૂટ પરથી પસાર થતા જહાજોએ પહેલા તેમની નેવી સાથે વાત કરવી પડશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બગાઈએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ ઈરાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમુદ્રમાં સુરક્ષા જાળવી રાખવા માટે આ જરૂરી છે. હોર્મુઝ વિશ્ર્વનો ખૂબ જ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે અને અહીંથી દરરોજ લગભગ 130 જહાજો પસાર થાય છે. તે જ સમયે, ઈરાને દાવો કર્યો છે કે તેમણે અમેરિકાના મોટા એરક્રાફ્ટ કેરિયર ઞજજ અબ્રાહમ લિંકન પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલામાં જહાજને ભારે નુકસાન થયું છે. તે ફારસની ખાડીમાં તૈનાત હતું.
ઈરાની સેનાના સ્પેશિયલ યુનિટ ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ઈંછૠઈ)નું કહેવું છે કે હુમલા બાદ આ એરક્રાફ્ટ કેરિયર હવે પાછળ હટી રહ્યું છે અને અમેરિકા તરફ પાછું ફરી રહ્યું છે. જોકે, અત્યાર સુધી અમેરિકી સરકાર કે સેના તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ઈરાને દાવો કર્યો છે કે અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓથી દેશમાં મોટી તબાહી થઈ છે. ઈરાનની સરકારી એજન્સી ઈરના અનુસાર અત્યાર સુધીમાં લગભગ 24,531 નાગરિક ઈમારતોને નુકસાન થયું છે. રાહત સંસ્થા રેડ ક્રેસન્ટ સોસાયટીએ જણાવ્યું કે તેમાંથી લગભગ 19,775 ઘર છે. હુમલાઓમાં 4,511 દુકાનો અને વ્યવસાય સંબંધિત ઇમારતોને પણ નુકસાન થયું છે. આ ઉપરાંત 69 શાળાઓને નુકસાન થયું છે અને 195 શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. હુમલામાં 16 રેડ ક્રેસન્ટ સેન્ટર, 21 રેસ્ક્યુ વાહન અને 19 એમ્બ્યુલન્સને પણ નુકસાન થયું છે.



