ઈરાન સરકારે મંગળવારે 6 ફેબ્રુઆરીના રોજ ભારતીય નાગરિકો માટે ફ્રી ટ્રાવેલ વિઝા શરતોની જાહેરાત કરી છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી વધુ સંખ્યામાં વિદેશી નાગરિક ઈરાન ફરવા માટે આવી શકે.
ઈરાન સરકારે મંગળવારે 6 ફેબ્રુઆરીના રોજ ભારતીય નાગરિકો માટે ફ્રી ટ્રાવેલ વિઝા શરતોની જાહેરાત કરી છે. યાત્રીકોએ હવાઈમાર્ગથી પ્રવેશ કરવા માટે અને મહત્તમ 15 દિવસ સુધી રહેવાની મંજૂરી રહેશે. ડિસેમ્બર 2023માં ઈરાને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે 33 દેશના નાગરિકો માટે ખાસ જાહેરાત કરી હતી. આ 33 દેશોમાં ભારત, રશિયા, સંયુક્ત અરબ અમીરાત, સાઉદી અરબ, ઈન્ડોનેશિયા, જાપાન, સિંગાપોર, મલેશિયા, બ્રાઝિલ અને મેક્સિકો સહિત અન્ય દેશ શામેલ છે. ઈરાનના સાંસ્કૃતિક વિભાગના મંત્રી, પર્યટન અને હસ્તશિલ્પ મંત્રી એજાતુલ્લા જારગામીએ જણાવ્યું હતું કે, પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી વધુ સંખ્યામાં વિદેશી નાગરિક ઈરાન ફરવા માટે આવી શકે.
- Advertisement -
માત્ર 15 દિવસ રહેવાની મંજૂરી
ઈરાન સરકારે ફ્રી ટ્રાવેલ વિઝાની નવી શરતો બાબતે નિવેદન આપ્યું હતું કે, ઈરાની દૂતાવાસે જણાવ્યું કે, 4 ફેબ્રુઆરીથી 4 શરતો હેઠળ ભારતીય નાગરિકો માટે વિઝા સમાપ્ત કરી દીધા છે. ઈરાન સરકારે જણાવ્યું છે કે, સામાન્ય પાસપોર્ટ ધરાવતા ભારતીયોને દર 6 મહિને એક વાર વિઝા વગર ઈરાનમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે, જેમાં માત્ર 15 દિવસ સુધી રોકાવાની મંજૂરી આપવામાં આવશે. વિઝા સમાપ્તિના નિયમ હવાઈ માર્ગથી ઈરાનમાં પ્રવેશ કરનાર ભારતીયો પર જ લાગુ થાય છે. માત્ર ફરવાના ઈરાદાસર ઈરાન આવતા ભારતીયો પર જ આ નિયમ લાગુ થાય છે.
ઈરાની મિશન પાસેથી વિઝા મેળવવા જરૂરી
ભારતીય નાગરિક ઈરાનમાં વધુ સમય સુધી રહેવા માંગે છે તો અને 6 મહિનામાં વધુ વાર ઈરાનમાં પ્રવેશ કરે, અન્ય પ્રકારના વિઝાની જરૂર હોય તેમણે ભારતમાં ઈરાની મિશન પાસે જરૂરી વિઝા મેળવવાના રહેશે.
ઈરાન જતા નાગરિકોની સખ્યામાં 25 ટકા વધારો
વિશ્વ પ્રવાસન સંગઠનના આંકડા અનુસાર વર્ષ 2022માં ઈરાનમાં મોટી સંખ્યામાં વિદેશી ટુરિસ્ટ ગયા હતા. વર્ષ 2021ની સરખામણીએ વવર્ષ 2022માં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 315 ટકાનો વધારો થયો હતો. વર્। 2022માં 4.1 મિલિયન પ્રવાસીઓએ ઈરાનની મુલાકાત લીધી હતી. વર્ષ 2021માં 9,90,000 વિદેશી પ્રવાસીઓએ ઈરાનની મુલાકાત લીધી હતી. ડિસેમ્બર 2023માં ભારતથી ઈરાન જતા યાત્રિકોની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો હતો.