IPLમાં અમ્પાયરિંગ એક મોટો મુદ્દો રહ્યો છે. અમ્પાયરોના ઘણા નિર્ણયો સામે નારાજગી જોવા મળી છે અને ઘણી વખત તેમના નિર્ણયોથી હાર-જીત થઈ છે. રવિવારે IPLની 13મી સીઝનની બીજી મેચમાં પણ આવું જ બન્યું હતું. દુબઇમાં રમાયેલી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને દિલ્હી કેપિટલ્સ સામે જીતવા માટે 10 બોલમાં 21 રનની જરૂર હતી.
કગિસો રબાડાએ ઓવરના બીજા બોલ પર મયંક અગ્રવાલે ચોકો ફટકાર્યો હતો. આ પછી આગળનો બોલ જે યોર્કર હતો તે ખાલી મિડ ઓન વિસ્તાર પર રમ્યો હતો. ક્રિસ જોર્ડન ડેન્જર સારી રીતે દોડ્યો પણ ખરો જો કે અમ્પાયર નીતિન મોહને તેને ‘શોર્ટ રન’ ગણાવ્યો હતો. અમ્પાયરે કહ્યું કે જોર્ડન રન લેતી વખતે વિકેટકિપરના અંતે બેટ ક્રિઝને પાર કરી શક્યો નહીં અને તે પહેલા બીજા રન માટે દોડ્યો હતો.
- Advertisement -