ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૈન વિઝન અને વિશ્વ વણિક સામાજિક સંગઠનના સંયુક્ત ઉપક્રમે બિન વ્યવસાયિક નવરાત્રી મહોત્સવ-2024 (સોનમ – નવનાત વણિક ગરબા)નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.આ નવરાત્રી મહોત્સવના ઉદઘાટન માટે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારને આમંત્રણ આપવામાં આવ્યું છે.
- Advertisement -
નવરાત્રીનાં આયોજકો જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી, સુનિલભાઈ શાહ,ગીરીશભાઈ મહેતા, મુકેશભાઈ ધોળકિયા, અને રાજીવભાઈ ઘેલાણી શાહ, સહિતના આગેવાનો વ્રજરાજકુમાર બાવાશ્રીને રૂબરૂ મળ્યા હતા અને આ આમંત્રણ આપ્યું હતું. આયોજકોએ આ આયોજન સંપૂર્ણપણે બિનવ્યવસાયિક રીતે થઇ રહ્યું હોવાનું પણ બાવાશ્રીને જણાવ્યું હતું. આ નવરાત્રી મહોત્સવને લીધે સમાજ એક-બીજાની વધુ નજીક આવે તેવો હેતુ જાણીને પૂ.બાવાશ્રીએ ખુશી વ્યક્ત કરીને શુભેચ્છા પાઠવી હતી.



