દવાનું ઉત્પાદન કરતા એકમ અને પાસેના ખેતરોમાંથી પાણીના નમૂના લેવાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
- Advertisement -
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે આવેલી જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતા એકમ સામે ૠઙઈઇ (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) દ્વારા કાર્યવાહી આદરી છે. સોલડી ગામે જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતા વિવાદિત એકમ દ્વારા કેમિકલ યુક્ત પાણીને જાહેરમાં ઠલવાતા હોવાની ફરિયાદને લઈ સુરેન્દ્રનગર ૠઙઈઇના અધિકારી તુષારભાઈ ત્રિવેદી સહિતના કર્મચારી દ્વારા એકમ પર તપાસ કરી હતી જેમાં આ ઉધોગના નજીક જાહેરમાં કેમિકલ યુક્ત ઠાલવવામાં આવેલા પાણીના નમૂના લીધા હતા આ સાથે જંતુનાશક દવાઓના ઉત્પાદન કરતા એકમની આજુબાજુના ખેતર અને વાડી વિસ્તારમાંથી પણ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ અંગે ૠઙઈઇના અધિકારી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ ફરિયાદોના આધારે પાણીના સેમ્પલ લઈ ગાંધીનગર લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે જ્યાં તપાસ બાદ યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.



