નવનાત વણિક સમાજ પ્રતિનિધિ રાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંતભાઈ શાહ, યોગેશભાઈ બાવીસી, મયુરભાઈ શાહ, જીજ્ઞેશભાઈ વાગડીયા, ભરતભાઈ પારેખ, સમીરભાઈ ઘોડાદરા, જસ્મીનભાઈ દેસાઈ, નવનાત વણિક સમાજ મહિલા પ્રતિનિધિ નમ્રતાબેન શાહ, સ્વીટીબેન મહેતા, આશાબેન ગોસલીયા, રમીલાબેન શાહે ‘ખાસ-ખબર’ની મુલાકાત લઈ સમગ્ર કાર્યક્રમની માહિતી વર્ણવી હતી.
દર 45 દિવસે મેળો યોજવાનો સંકલ્પ: રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવનાત વણિક સમાજ રાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે વણિક સમાજના અલગ-અલગ ફીરકા જેનો સમુદાય એક કરવા અર્થે થયેલ સંગઠન જે નવનાત વણિક સમાજ છે, જેમનો સમાજમાં બહુ જ મહત્ત્વનો ગુંચવતો પ્રશ્ર્ન દીકરી-દીકરાના વેવિશાળનો છે.
જેના માટે એનએનવીએસ સમાજલક્ષી વેવિશાળને લગતો સેવાયજ્ઞ જેમાં વેવિશાળ માટે અમારી સંસ્થા દ્વારા પ્રથમ ભાવનગરમાં 28-12-25ની ભવ્ય સફળતા બાદ ટોટલ 6 યુવામેળાનો સંકલ્પ દર 45 દિવસે કરવામાં આવશે. જેમાં બીજો યુવામેળો 15-2-26 રવિવારે રાજકોટ ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે, જેનું સ્થળ તા. 1-2-26ના જાહેરાત થશે.
યુવામેળામાં રાજકોટ દીકરા-દીકરી ડિવોર્સી ટોટલ 200ની સંખ્યા લેવાની હોવાથી વહેલું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
બાયોડેટા કલર કોપી સાથે વોટ્સઅપ કરવું, 320 દરેક રજિસ્ટ્રેશન માટે ભરવા જેમાં (વોટ્સએપ અને સંઘરાલય) એક વર્ષ માટે જોડાઈ શકશે. દરેક પર મેમ્બર 600 ફૂડ પાસ રજિસ્ટર સાથે જ લેવાનો રહેશે, પછી નહીં મળે. તા. 1-3-25 પછી ભરેલા 320 એમને ફક્ત ફૂડપાસ જ લેવાનો રહેશે. દીકરી રજિસ્ટ્રેશન કરાવેલા યુવામેળામાં આવશે ત્યારે તેમને ભરેલા 320+600=920 ભરેલા રૂપિયા પરત મળી જશે. યુવામેળા રાજકોટ રજિસ્ટ્રેશન કરવા માટે ઈન્ચાર્જનો સંપર્ક કરવો.
સંસ્થા 1,28,000 સદસ્યતાથી વધારી ત્રીજા વર્ષમાં ત્રણ લાખ સદસ્યો કરવા આપનો સાથ સહકાર આપવા સાથે જિલ્લા કમિટીમાં જોડાવવા સાથે બાયોડેટા મોકલવા આપેલ સંસ્થા નંબર 9898752760માં મોકલી શકો છો.



