ગિરનાર લીલી પરિક્રમા સંદર્ભે સંતો અને સંસ્થાઓએ આવેદન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
અગામી તા.12 નવે.થી ગિરનાર પરિક્રમા શરૂ થશે. દર વર્ષે લોકોના ધસારાના લીધે તંત્ર દ્વારા વહેલી પરિક્રમા શરૂ કરવામાં આવે છે. નિયમ સમય કરતા વહેલી પરિક્રમા એ સદીઓની પરંપરાનું ખંડન છે. ભાવિકો નિયમ સમયે જ પરિક્રમા કરવા આવે એ માટે તંત્ર દ્વારા યોગ્ય પ્રબંધ કરવામાં આવે એવી માંગ સાથે સનાન સંસ્કૃતિ સભા દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
- Advertisement -
કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગરવા ગિરનારની લીલી પરિક્રમા યોજાશે. યિનમ સમયે થતી પરિક્રમાનું વિશેષ મહાત્મય છે. પરિક્રમાની શરૂત ધાર્મિક સંતો દરેક કરાવવામાં આવે છે.
પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથીથી તંત્રએ આ નિર્ણયો પોતાના હસ્તક લઇ નિયમ સમય કરતા વહેલી શરૂ કરાવવામાં આવે છે. તંત્રના આ નિર્ણયથી સદીઓની પરંપરાનું ખંડન થઇ રહ્યુ છે અને સાધુ સંતોની લાગણીને ઠેસ પહોંચી રહી છે. આથી આ વર્ષે વૈદિક પરંપરા મુજબ તા.1રના કારતક સુદ અગિયારસથી પરિક્રમાં શરૂ થાય એવી વ્યવસ્થા કરવામાં આવે, ભાવિકો વહેલા ન આવે એ માટે જાહેરાત પ્રચાર મરવામાં આવે, મજવડી દરવાજા, ગિનાર રોડ, જંગલના રસ્તા તાકીદે રિપેર કરવા, અન્નેક્ષેત્રના સંચાલકોને પૂર્વ આયોજન માટ વહેલી મંજૂરી આપવામાં આવ સહિતના મુદાઓ સાથે સનાતન સંસ્કૃતિ સભા દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. ભુતનાથ મંદિરના મહંત મહેશગીરીએ જણાવ્યુ હતુ કે, પરિક્રમામાં વિધર્મીઓને પ્રવેશ ન મળવો જોઇએ, કલેકટર દ્વારા પરિક્રમાના આયોજન અગાઉ તા.ર9ના સાધુ-સંતો અને અન્ય સંગઠનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે.